ubilant Agri and Consumer Products Limited ગુજરાતમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરશે
અમદાવાદ, 6 નવેમ્બર: જ્યુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (જેએસીપીએલ) ગુજરાતમાં વડોદરા નજીક સાવલી ખાતે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિમર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવાની જાહેરાત કરી છે. જેએસીપીએલ પહેલેથી જ સાવલીમાં એક લેટેક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનું સંચાલન કરે છે. આ નવી ફેસિલિટીના ઉમેરાથી ગુજરાતમાં તથા ભારતના પશ્ચિમી પ્રદેશમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે જે તેની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાને સંલગ્ન છે.
આ વ્યૂહાત્મક રોકાણ સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરે તેવી સંભાવના છે અને ગુજરાતની વિકાસ ગાથામાં યોગદાન આપવાની જેએસીપીએલની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. કંપની આ વિસ્તરણમાં લગભગ રૂ. 50 કરોડનું રોકાણ કરી રહી છે જેનાથી વિવિધ પ્રકારના લેટેક્સીસ અને એડહેસિવ્સ માટેની તેની ઇન્ડસ્ટ્રીયલ પોલિમર ઉત્પાદન ક્ષમતામાં હજુ વધારો થશે. જેએસીપીએલ માને છે કે ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા રાજ્યો પૈકીના એક તરીકે ગુજરાત પશ્ચિમી પ્રદેશમાં તેની પ્રોડક્ટ્સ માટે મજબૂત બજાર સંભાવનાઓ ધરાવે છે.
કંપની સમગ્ર ભારતમાં આઠ મેન્યુફેક્ચરિંગ અને બે આરએન્ડડી ફેસિલિટીઝ ધરાવે છે. આ નવી ફેસિલિટીનો ઉદ્દેશ્ય કંપનીના પર્ફોર્મન્સ પોલિમર્સ અને કેમિકલ્સ બિઝનેસ સેગમેન્ટમાં હજુ વધારો કરવાનો છે. આ વિસ્તરણ મહત્વના વપરાશ કેન્દ્રોની નજીક ઉત્પાદન ક્ષમતા વિસ્તારવાની તેની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાને સંલગ્ન છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
