કોટક સિક્યુરિટીઝે ‘કોટક સ્ટોકશાલા’ ફ્રી મલ્ટિલિન્ગ્વલ વીડિયો અને ટેક્સ્ટ આધારિત લર્નિંગ પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું

અમદાવાદ, 21 જૂન: કોટક સિક્યુરિટીઝે દેશના રોકાણકારો અને ટ્રેડરોને મૂડી બજારનું શિક્ષણ પૂરું પાડવા માટે ‘કોટક સ્ટોકશાલા’ નામનું ફ્રી મલ્ટિલિન્ગ્વલ લર્નિંગ પ્લેટફૉર્મ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફૉર્મને ‘કોટક નીયો’ એપ મારફતે પણ ઍક્સેસ કરી શકાય છે, જે નીચે જણાવેલા બે ફોર્મેટમાં શિક્ષણ પૂરું પાડે છેઃ
| 1. વીડિયો પર આધારિત અભ્યાસક્રમોઃ ત્રણ સુવ્યવસ્થિત અભ્યાસક્રમોમાં ટૂંકા અને સરળતાથી સમજી શકાય તેવા પ્રકરણોને સામેલ કરવામાં આવ્યાં છે, જે મૂળભૂત અને એડવાન્સ એમ બંને પ્રકારના કૉન્સેપ્ટને આવરી લે છે. હાલમાં તે હિંગલિશમાં ઉપલબ્ધ છે. તેને અંગ્રેજીમાં ટૂંક સમયમાં જ લૉન્ચ કરવામાં આવશે. | 2. ટેક્સ્ટ આધારિત અભ્યાસક્રમોઃ પાંચ વ્યાપક અભ્યાસક્રમોને ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવા 200 પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે, જે અંગ્રેજી અને હિંદી બંનેમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ વધારાની પ્રાદેશિક ભાષાઓમાં પણ તેને રજૂ કરવામાં આવશે. |
માર્ચ 2025 સુધીના આંકડાંઓ મુજબ, ભારતમાં 4.92 કરોડ સક્રિય ડીમેટ ખાતાઓ હોવાથી સુવ્યવસ્થિત અને વ્યવહારુ શૈક્ષણિક ઉકેલોની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. ‘કોટક સ્ટોકશાલા’ ભારતના વિવિધ પરિદ્રશ્યોમાંથી માર્કેટમાં સહભાગી થનારા મહત્વકાંક્ષી લોકોને નાણાકીય સાક્ષરતા અને મૂડી બજારો અંગે ઉચ્ચ-ગુણવત્તાનું, અને સરળતાથી સુલભ થતું વિષયવસ્તુ પૂરું પાડીને આ જરૂરિયાતને સંતોષે છે.
આ નવીન પ્રકારના લર્નિંગ પ્લેટફૉર્મના લૉન્ચ વખતે વાત કરતાં કોટક સિક્યુરિટીઝના એમડી અને સીઇઓ શ્રીપાલ શાહએ જણાવ્યું હતું કે, ‘કોટક સ્ટોકશાલા’ના લૉન્ચની સાથે જ વ્યાપક વીડિયો અને ટેક્સ્ટ-આધારિત ફ્રી વિષયવસ્તુ ધરાવતા અમારા આ નવા લર્નિંગ પ્લેટફૉર્મની મદદથી અમે દરેક ભારતીય માટે રોકાણના શિક્ષણને ખૂબ જ સુલભ બનાવી રહ્યાં છીએ,
‘કોટક સ્ટોકશાલા’ની રચના મૂડી બજારના જ્ઞાનનું લોકશાહીકરણ કરવાનો, દરેક રોકાણકાર અને ટ્રેડરની સમજણને ગહન બનાવવાનો અને તેમની રોકાણની વિકાસયાત્રાને નવા સ્તરે લઈ જવાનો છે. આ ફર્મનો ઉદ્દેશ્ય આ વર્ષના અંત સુધીમાં 10 અભ્યાસક્રમોને સામેલ કરવા માટે આ પ્લેટફૉર્મને વિસ્તારવાનો છે.
કોટક સિક્યુરિટીઝના પ્રેસિડેન્ટ અને ચીફ ડિજિટલ બિઝનેસ ઑફિસર આશિષ નંદાએ જણાવ્યું હતું કે, નવીસવી શરૂઆત કરનારા ટ્રેડરોને અમે સુવ્યવસ્થિત, સરળતાથી સમજી શકાય તેવું વિષયવસ્તુ પૂરું પાડીએ છીએ, જેથી કરીને તેમનો પાયો મજબૂત બનાવી શકાય. અનુભવી ટ્રેડરો માટે અમારી યોજના વ્યૂહરચનાઓને સુધારવા અને માર્કેટના વલણોથી બે ડગલાં આગળ રહેવા માટે અત્યાધુનિક મોડ્યુલ્સને તૈયાર કરવાની છે. આ પહેલ દરેક રોકાણકારોને સફળ થવા માટે જરૂરી જ્ઞાન પૂરું પાડીને તેમનું સશક્તિકરણ કરવાની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.’
આ લર્નિંગ મોડ્યુલ્સની રચના બીગિનર, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ્ડ લેવલ્સ માટે કરવામાં આવી છે, જેમાં રોકાણકારો અને ટ્રેડરો માટે નાણાકીય સાક્ષરતા અને મૂડી બજારોના તમામ પાસાંને આવરી લેવામાં આવ્યાં છે.
