લિંકન ફાર્માસ્યુટિકલ્સ રૂ. 27.70 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
અમદાવાદ, 8 ઓગસ્ટ: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે ઉત્કૃષ્ઠ ઓપરેશનલ અને ફાઈનાન્શિયલ પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 27.70 કરોડનો ચોખ્ખો નફો સ્ટેન્ડઅલોન ધોરણે નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પહેલા ક્વાર્ટરમાં રૂ. 23.69 કરોડનો ચોખ્ખ નફા થી 16.93%નો Y-o-Y ધોરણે ગ્રોથ દર્શાવે છે. જૂન 2025માં કંપનીએ રૂ. 169.34 કરોડની કુલ આવક નોંધાવી હતી. જે Q1 FY2024-25માં નોંધવામાં આવેલી રૂ. 157.69 કરોડની કુલ આવક કરતા 7.39%નો Y-0-Y ગ્રોથ દર્શાવે છે. નાણાકીય વર્ષ 26ના પહેલા ક્વાર્ટરમાં EBITDA રૂ. 39.08 કરોડ નોંધાયું હતું, જ્યારે નાણાકીય વર્ષ 25ના પહેલા ક્વાર્ટરમાં એબિટા રૂ. 33.14 કરોડ હતું. જે વાર્ષિક ધોરણે 17.92% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 26ના પહેલા ક્વાર્ટરમાં EPS રૂ. 13.82 પ્રતિ શેર હતું.
(Amount in Cr except EPS)
| Q1 FY26 | Q1 FY25 | Y-o-Y | FY25 | FY24 | Y-o-Y | |
| Total Income | 169.34 | 157.69 | 7.39% | 645.71 | 614.97 | 5.00% |
| EBITDA | 39.08 | 33.14 | 17.92% | 123.97 | 134.33 | -7.71% |
| PBT | 35.39 | 29.48 | 20.05% | 109.19 | 122.24 | -10.68% |
| Net Profit | 27.70 | 23.69 | 16.93% | 82.44 | 93.37 | -11.71% |
| E.P.S (Rs.) | 13.82 | 11.82 | 16.92% | 41.11 | 46.58 | -11.74% |
કંપનીએ નવા માર્કેટમાં એન્ટ્રીની સાથે હાઈ-વેલ્યૂ પ્રોડક્ટ લાઈન્સમાં બિઝનેસ એક્સપાન્શનનાં પ્લાન સાથે આગામી ત્રણ વર્ષમાં 1 હજાર કરોડના રેવન્યુનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ ગોલ 15-18% વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કરવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે, જે કાર્ડિયાક, ડાયાબિટીસ, ડરમેટોલોજી અને ENT સેગમેન્ટમાં સ્ટ્રોંગ પરફોર્મન્સ દ્વારા સંચાલિત છે. કંપની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે વૈશ્વિક સ્તરે તેના વ્યાપને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સે (FII) કંપનીમાં તેમનો હિસ્સો સતત વધાર્યો છે, જે જૂન 2024માં 3.95%થી વધીને જૂન 2025 સુધીમાં 5.13% થયો છે.
કંપની રેગ્યુલેટેડ અને સેમી-રેગ્યુલેટેડ માર્કેટમાં તેની હાજરીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે હાલમાં પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, મધ્ય અને ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના 60+ દેશોમાં નિકાસ કરે છે. કંપની આગામી 2-3 વર્ષમાં આ ફુટપ્રિન્ટને 90 દેશોમાં વિસ્તૃત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કેનેડિયન બજારમાં તાજેતરમાં એન્ટ્રી અને TGA – ઓસ્ટ્રેલિયા અને EU GMP તરફથી મંજૂરીઓ સાથે, કંપની વધુ ગ્લોબલ એક્સપાન્શન માટે તૈયાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
