મેનકાઈન્ડ ફાર્મા IPO આજે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.1026-1080
અમદાવાદ, 25 એપ્રિલછ મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે (આજે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે. આવેદન ઓછામાં ઓછા 13 ઈક્વિટી શૅર માટે અને ત્યારબાદ 13ના ગુણાંકમાં કરી શકાશે. ઈક્વિટી શૅરો બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) બંને ઉપર લિસ્ટ થશે.
Mankind Pharma IPO એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ ખૂલશે | 25 એપ્રિલ |
ઇશ્યૂ બંધ થશે | 27 એપ્રિલ |
ફેસ વેલ્યૂ | રૂ. 1 |
પ્રાઇસબેન્ડ | ₹1026- 1080 |
લોટ સાઇઝ | 13 શેર્સ |
કુલ ઇશ્યૂ સાઇઝ | 40,058,844 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 4326.36 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
મેનકાઇન્ડ ફાર્મા IPO સમીક્ષાઃ અરજી કરી શકાય
કંપનીની પ્રોડક્ટ્સ રેન્જ, માર્કેટ શેર, નાણાકીય કામગીરી, પ્રમોટર્સનો ઇતિહાસ તેમજ ઝીરો ડેટ કંપની સહિત મોટાભાગના પરીબળો મજબૂત જણાય છે. લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખીને રોકાણકારો આ ઇશ્યૂમાં અરજી કરી શકે તેવી સલાહ પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
Mankind Pharma IPO લોટ સાઇઝ
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 13 | ₹14,040 |
Retail (Max) | 14 | 182 | ₹196,560 |
S-HNI (Min) | 15 | 195 | ₹210,600 |
S-HNI (Max) | 71 | 923 | ₹996,840 |
B-HNI (Min) | 72 | 936 | ₹1,010,880 |
(મિનિમમ 13 શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)