MARKET LENS: નિફ્ટી માટે 22400 નવું રેઝિસ્ટન્સ, સપોર્ટ રેન્જ સુધરી 21983 પોઇન્ટ
અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત પસંદગીના સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે બિરાજી રહ્યા છે. સાથે સાથે સંખ્યાબંધ સ્ક્રીપ્સ પણ નવી ટોચે પહોંચી છે. ટેકનિકલી જોઇએ તો અવરલી ચાર્ટ ઉપર સપોર્ટ લાઇન 22000 પોઇન્ટની અને સપોર્ટ રેન્જ સુધરી 21983 પોઇન્ટ સુધી આવી છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સુધારાનો આશાવાદ વધુ પ્રબળ છે. ડાઉનસાઇડ ટ્રેન્ડ પણ 21400 પોઇન્ટ વાળો સુધરી 21600 પોઇન્ટ દર્શાવે છે. ઓવરઓલ માર્કેટ ટ્રેન્ડ તેજી તરફી જ બની રહ્યો છે. આરએસઆઇ અવરલી ચાર્ટ ઉપર ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. પરંતુ અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ કોન્સોલિડેશન માટે ભલામણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 22090- 21983 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22260- 22323 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી અને સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવા માટેની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ સલાહ આપે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ એચયુએલ, ટાટામોટર્સ, દીપકનાઇટ્રેટ, રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એચડીએફસી બેન્ક, પેટીએમ
સેકટર્સ ટૂ વોચઃ આઇટી, મિડિયા, મેટલ્સ, ઓટો એન્સિલરીસ, પીએસયુ બેન્ક
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46596- 46097, રેઝિસ્ટન્સ 47365- 47635
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)