માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ થઇ રહી છે. તેની નીચે જાય તો માર્કેટમાં ઘટાડાની શક્યતા હોવાનું અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સંકેત આપી રહ્યા છે. કારણકે માર્કેટ ઓવરબોટ હોવાનું રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ નિફ્ટી માટે નિફ્ટી સપોર્ટ 21682-21633 પોઇટ અને રેઝિસ્ટન્સ 21776- 21820 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખી નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડ કરવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડે વોચઃ આઇટીસી, બજાજ ફીન સર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, ફોર્ટિસ, સેફાયર ફુડ્સ, બર્જર પેઇન્ટ, ભેલ, સેલો
બેન્ક નિફ્ટીઃ ટેકનિકલ સપોર્ટ 48097- 47901 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 48483- 48673 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા નિષ્ણાતોની સલાહ છે. હાયર ટોપ ઓફ રેન્જથી પુલબેક દર્શાવવા સાથે બેન્ક નિફ્ટીએ 8 વીકની બોટમથી મજબૂત અપમૂવ પૂર્ણ કર્યું છે. નીચામાં હવે 47400 પોઇન્ટની સપાટીને મહત્વની રોક બોટમ ધ્યાનમાં રાખવી.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)