માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19466- 19419, રેઝિસ્ટન્સ 19574- 19636
અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ગાઝા કોન્ફ્લીક્ટ વર્લ્ડ માર્કેટ્સના ગાભા કાઢી નાંખે તેવી દહેશત ધીરે ધીરે ઓસરી રહી છે. જોકે, માર્કેટમાં સાવચેતી જરૂરી હોવાથી વોલેટિલિટી ઊંચી છતાં વોલ્યૂમ્સમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટી-50 સોમવારે ગેપડાઉનથી ખૂલવા સાતે ધીરે ધીરે ઘસાતો જઇ રહ્યો છે. ઘરઆંગણે પણ પાંચ રાજ્યોની ચૂંટણી સુધી માહોલ થોડો સાવચેતીનો રહેવાની ધારણા વચ્ચે નિફ્ટી 19800 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે. સાથે સાથે 19650નું ક્રોસઓવર લેવલ પણ સાવચેતીનો સૂર વ્યક્ત કરે છે.
ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં રહેવા સાથે નિફ્ટી માટે 19466- 19419 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટી જળવાઇ રહેવી જરૂરી હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ અહેવાલ જણાવે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43751- 43616, રેઝિસ્ટન્સ 44068- 44249
બેન્ક નિફ્ટીએ 3 માસની નીચી સપાટી નોંધાવવા સાથે પીએસયુ બેન્ક સેક્ટરમાં પણ પ્રોફીટ બુકિંગ જોવાયું છે. હાલની નબળાઇ 200 દિવસીય એવરેજ 43100 નજીકનું લેવલ ટેસ્ટ કરાવી શકે છે. ઉપરમાં 44500 ક્રોસ કરે નહિં ત્યાં સુધી માર્કેટમાં સાવચેતીનો સૂર રહેવો જરૂરી રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)