અમદાવાદ, 24 નવેમ્બરઃ નિફ્ટી છેલ્લા કેટલાંક સમયથી વારંવાર 19850 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ અને રેઝિસ્ટન્સ સપાટી કૂદાવવામાં અને જાળવવામા નિષ્ફળ જઇ રહ્યો છે. બિઝનેસ ગુજરાત તરફથી વાંરવાર જણાવાયું છે કે, આ સપાટી ક્રોસ થવી સુધારાની આગેકૂચ માટે અત્યંત જરૂરી છે. ગુરુવારે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહેવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર અપર એન્ડ ઓફ રેન્જ સાથે નિફ્ટી બંધ રહ્યો છે. તે જોતાં એવું જણાય છે કે નિફ્ટીએ હવે સુધારાની આગેકૂચ માટે 19850 નહિં, 19900ની સપાટી ક્રોસ કરવાની રહેશે. 19850ની સપાટી ઉપર બંધ રહે પણ 19900 ક્રોસ કરે નહિં તો પણ માર્કેટમાં સુધારાના વિશ્વાસનો અભાવ રહેશે. નીચામાં 19550- 19600ની સપાટીઓ મહત્વની ટેકાની ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ દ્વારા જણાવાય છે.

ઇન્ટ્રાડે વોચઃ આઇસીઆઇસીઆઇ બેન્ક, મધરસન ખરીદો, ઝાયડસ લાઇફ વેચો.

બેન્ક નિફ્ટી 200 દિવસીય એવરેજ નજીક થોડી મજબૂતાઇ નોંધાવી રહ્યો છે. અને આગામી થોડા દિવસોમાં 500- 700 પોઇન્ટના સુધારા માટે સજ્જ થયો હોવાનું જણાય છે. અવરલી ચાર્ટ 43800ના ક્રોસ ઓવર સાથે અપવર્ડ બ્રેકઆઉટનો સંકેત આપે છે. જ્યારે નીચામાં 43350 પોઇન્ટની મહત્વની સપાટી જણાય છે. આરએસઆઇ અને મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ બની રહ્યું છે. તા. 24 નવેમ્બરે મહત્વના આઇપીઓ ક્લોઝિંગ પછી નવા સપ્તાહની શરૂઆત સુધારા સાથે રહે તેવી સંભાવના પણ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)