માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19775- 19738, રેઝિસ્ટન્સ 19849- 19886, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમ, બર્જર પેઇન્ટ
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ બુધવારે નિફ્ટી-50એ 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ રહેવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી હવે 20000 પોઇન્ટ તરફ આગળ વધવાની તૈયારી કરે છે. દિવાળી કે ક્રિસમસ તે તો સમય જ બતાવશે કે, નિફ્ટી ઓલટાઇમ હાઇ કેટલા પોઇન્ટ સુધીની સફર નોંધાવશે. પરંતુ શોર્ટ રન માટે નિફ્ટી માટે સપોર્ટ ઝોન 19775- 19738 અને રેઝિસ્ટન્સ ઝોન 19849- 19886 પોઇન્ટના રહે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટી ડેઇલી ચાર્ટ ઉપર હાયર ટોપ હાયર બોટમની રચના બનાવવા સાથે 45300નું બ્રેકઆઉટ લેવલ ક્રોસ કરવા માટે સજ્જ બન્યો છે.
ઉપરમાં 44700નું પ્રથમ રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવું તે ક્રોસ થઇ ગયું તો 45300 ક્રોસ કરવા સુધીની મજબૂતાઇ આવે તેવી શક્યતા જણાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)