માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19902- 19810, રેઝિસ્ટન્સ 20097- 20202
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મંગળવારે સાત દિવસની તેજીની હેલીમાં રૂકાવટ વચ્ચે સ્મોલ- મિડકેપ્સમાં મહત્તમ સુધારો ધોવાઇ જવા સાથે મેજર પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. જોકે, સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારાની આગેકૂચ જારી રાખી હતી. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 20110 પોઇન્ટની નવી ટોચ નોંધાવી હતી. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, માર્કેટમાં થોટું રિટ્રેચમેન્ટ અને કરેક્શન જોવા મળી શકે છે. જેમાં નિફ્ટી 19800 પોઇન્ટ સુધી ઘટવાની સંભાવના નકારી શકાય નહિં. નિફ્ટી માટે સપોર્ટ 19902- 19810 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 20097- 20202 પોઇન્ટને ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45258- 45005, રેઝિસ્ટન્સ 45829- 46147
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)