માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21984-21926, રેઝિસ્ટન્સ 22083-22126, ઇન્ટ્રા-ડે વોચઃ દિપક નાઇટ્રેટ, PEL
અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50એ 22000ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સાથે સંખ્યાબંધ રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. જે દર્શાવે છે કે, ઓલટાઇમ હાઇ નજીક હવે એકાદ રિએક્શન આવવું જોઇએ. અવરલી ચાર્ટ પણ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. સપોર્ટ રેન્જ 21900 પોઇન્ટની ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. નીચામાં ત્યારબાદ 21600 રોકબોટમ સમજીને ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ આપે છે. પંરંતુ 22000ની સપાટી ટકાવી રાખવા સાથે નિફ્ટી 22126 સુધીની આગેકૂચ જાળવી રાખી શકે છે. વૈશ્વિક શેરબજારોમાં પણ મોટાભાગના માર્કેટ્સ પ્લસ કન્ડિશનમાં હોવા સાથે પ્રિઓપનિંગ માટે ગીફ્ટ નિફ્ટી પ્લસનો સંકેત આપે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, લૌરસ લેબ્સ, ઇપ્કા લેબ્સ, સિપલા, સિરકા પેઇન્ટ, ઇરેડા, આઇએફસીઆઇ
સેક્ટર્સ ટૂ વોચઃ પ્રાઇવેટ બેન્કિંગ, પીએસયુ, આઇટી, એનર્જી, પસંદગીની ફાર્મા કંપનીઓ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46202- 46019, રેઝિસ્ટન્સ 46631- 46877
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)