MARKET LENS: NIFTY માટે સપોર્ટ 23803- 23567, રેઝિસ્ટન્સ 24321- 24602
જો રિબાઉન્ડ થાય તો, NIFTY ૨૪,૨૦૦–૨૪,૩૫૦ ઝોન તરફ જઇ શકે છે. જો કે, જો જિયો પોલિટિકલ ક્રાઇસિસ વધે અને NIFTY ૨૩,૮૦૦ (ફેબ્રુઆરી સ્વિંગ હાઇ)ની નીચે જાય, તો વેચાણ દબાણ વધુ તીવ્ર બની શકે છે, જે સંભવતઃ ૨૩,૩૦૦ના સ્તર સુધી જોવા મળી શકે તેવી ધારણા છે
| Stocks to Watch: | Reliance, IDFCFirstBank, TataTech, TejasNetworks, IGL, Biocon, ZydusLife, SaskenTechnologies, SBFCFinance, ZensarTechno, ForceMotors, LloydsMetals, PoonawallaFincorp, MahindraHolidays, DCBBank |

અમદાવાદ, 28 એપ્રિલઃ NIFTYએ 23850 પોઇન્ટના સપોર્ટને ઘટાડાની ચાલમાં ટચ કર્યો છે. અને 200 દિવસીય એવરેજ નજીક છેલ્લા કલાકમાં શુક્રવારે રિકવરી નોંધાવી છે. સોમવારે ડાઉનસાઇડ સપોર્ટ 23850 પોઇન્ટને ઘ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટસ તરફથી મળી રહી છે. તે લેવલ તૂટે તો 23500ના લેવલને ઘ્યાનમાં રાખવા સલાહ છે. ઉપરમાં 24000 ક્રોસ થયા બાદ 24300 અને 24800ના લેવલની સંભાવના વધવાની પણ ધારણા સેવાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ ઓવરસોલ્ડ ઝોનમાં છે. માર્કેટમાં સાધારણ પુલબેકની શક્યતા છે. હાલના કરેક્શન પછી રિવર્સલની શક્યતા જોતાં સ્ટોપલોસ સાથે લેણ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTYએ સતત બીજા સત્ર માટે તેના ઘટાડાને લંબાવ્યો છે. ૨૫ એપ્રિલના રોજ બેંક NIFTYમાં સતત ત્રીજા દિવસે વેચાણ દબાણ ચાલુ રહ્યું. જોકે ઓવરઓલ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહેવાથી, નિષ્ણાતો “ડિપ્સ પર ખરીદી” અભિગમની સલાહ આપે છે. રિબાઉન્ડ થાય તો, NIFTY ૨૪,૨૦૦–૨૪,૩૫૦ ઝોન તરફ જઇ શકે છે. જો કે, જો જિયો પોલિટિકલ ક્રાઇસિસ વધે અને NIFTY ૨૩,૮૦૦ (ફેબ્રુઆરી સ્વિંગ હાઇ)ની નીચે જાય, તો વેચાણ દબાણ વધુ તીવ્ર બની શકે છે, જે સંભવતઃ ૨૩,૩૦૦ના સ્તર સુધી જોવા મળી શકે તેવી ધારણા છે. એકંદરે, જ્યાં સુધી બેંક NIFTY બંધ ધોરણે 54,000 (સપોર્ટ)થી ઉપર રહે ત્યાં સુધી વલણ મજબૂત રહે છે, જ્યારે 55,000-55,500 ને તાત્કાલિક પ્રતિકાર ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે.

શુક્રવાર, 25 એપ્રિલના રોજ, NIFTY 207 પોઈન્ટ (0.86 ટકા) ઘટીને 24,039 પર બંધ થયો, અને બેંક NIFTY 537 પોઈન્ટ (0.97 ટકા) ઘટીને 54,664 પર બંધ થયો હતો. NSE પર 341 સુધરેલા શેરની સરખામણીમાં કુલ 2,228 શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે.
ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 25 એપ્રિલના રોજ રૂ. 2952 કરોડની ખરીદી નોંધાવી હતી. સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs)એ રૂ. 3539 કરોડની ખરીદી નોંધાવી હતી.
ઇન્ડિયા VIX: સતત ત્રીજા સત્રમાં તેની ઉપરની સફર લંબાવી, 17ના સ્તરથી ઉપર ચઢીને 17.16 ના સ્તર પર, 5.58 ટકા વધીને, તેજીવાળાઓ માટે વધુ અસ્વસ્થતા ઉમેરી રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
