માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24415- 24235, રેઝિસ્ટન્સ 24706- 24815
જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ઘરઆંગણે કોર્પોરેટ રિઝલ્ટ્સ સહિત સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે પણ ભારતીય ઇકોનોમિક અને ઇક્વિટીમાં ગ્રોથ અડીખમ રહેવાનો નિષ્ણાતોનો હુંકાર. જ્યાં સુધી NIFTY બંધ ધોરણે 24,500–24,400 લેવલ (સપોર્ટ) જાળવી રાખે છે, ત્યાં સુધી 24,700–24,900 તરફ ધીમે ધીમે આગળ વધવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, સપોર્ટ તૂટવાથી ફરીથી ઘટાડાની ચાલ આગળ વધી શકે છે.
| Stocks to Watch Today: | Titan, BhartiAirtel, Biocon, Cummins, BSE, LIC, KRBL, Metropolis, KalpataruProjects, GodrejConsumer, KalyanJewellers, AUSFB, TVSMotor, BSE, ABCapital, CholamandalamFinancial, Delhivery, Eternal |
અમદાવાદ, 8 ઓગસ્ટઃ NIFTYએ ગુરુવારે 24416 પોઇન્ટની સપોર્ટ લેવલ સહેજ ઉપર રિવર્સલ કેન્ડલની રચના દર્શાવી છે. જે કરેક્શન આગળ વધવાની શક્યતા દર્શાવે છે. જોકે, આરએસઆઇ 42 આસરપાસ લોઅર રેન્જથી ગુરુવાર જેવા જ સુધારાની શક્યતા વધારે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, પ્રાઇસ લેવલ હજી 20 દિવસીય એસએમએની નીચે ચાલી રહ્યા છે. તે જોતાં મિડિયમ ટર્મ ટ્રેન્ડ બેરિશ હોવા છતાં નિયરટર્મ પુલબેકની શક્યતા વધી રહી છે.

જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ઘરઆંગણે કોર્પોરેટ રિઝલ્ટ્સ સહિત સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે પણ ભારતીય ઇકોનોમિક અને ઇક્વિટીમાં ગ્રોથ અડીખમ રહેવાનો નિષ્ણાતોનો હુંકાર પણ માર્કેટ સેન્ટિમેન્ટને ટકાવી રાખવામાં મહદ્ અંશે મદદરૂપ રહ્યા હોવાનું કહી શકાય.

નીચા સ્તરે મજબૂત ખરીદીના રસથી NIFTY દિવસના નીચા લેવલથી 250 પોઈન્ટ રિકવર થયો અને 7 ઓગસ્ટના રોજ સાધારણ સુધારા સાથે બંધ થયો હતો. જોકે, નજીકના ગાળામાં ઘટાડાનો અંદાજ જોતાં, જ્યાં સુધી NIFTY બંધ ધોરણે 24,500–24,400 લેવલ (સપોર્ટ) જાળવી રાખે છે, ત્યાં સુધી 24,700–24,900 તરફ ધીમે ધીમે આગળ વધવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, સપોર્ટ તૂટવાથી ફરીથી ઘટાડાની ચાલ આગળ વધી શકે છે.

દરમિયાન, બેંક NIFTYએ 55,000–54,900 (100-દિવસના EMAની આસપાસ) પર સપોર્ટ લીધો અને પાછો ઉછળ્યો. જો બેન્ક NIFTY આ ઝોનનો બચાવ કરે છે, તો 56,000ને પાર કરવાની શક્યતાઓ વધારે છે, પરંતુ નિષ્ણાતોના મતે, સપોર્ટથી નીચે જવાથી બેન્ક NIFTYમાં વેચવાલીનું દબાણ ફરી શરૂ થઈ શકે છે.
7 ઓગસ્ટના રોજ, NIFTY 22 પોઈન્ટ વધીને 24,596 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક NIFTY 110 પોઈન્ટ વધીને 55,521 પર પહોંચ્યો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે NSE પર 1,205 શેરમાં સુધારાની સરખામણીમાં લગભગ 1,478 શેરમાં ઘટાડો જોવા મળ્યો.
ઇન્ડિયા VIX: સત્ર દરમિયાન 12 ઝોનથી ઉપર ગયો, પરંતુ અંતે 2.28 ટકા ઘટીને 11.69 પર બંધ થયો, જેનાથી તેજીવાળાઓને થોડી રાહત મળી. છેલ્લા બે અઠવાડિયાથી ઇન્ડેક્સ તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજની આસપાસ ફરતો રહ્યો છે.
| Stocks in F&O ban: | PNB Housing Finance |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
