Stocks to Watch:SWIGGY, ETERNAL, YESBANK, HCLTech, ZinkaLogistic, Biocon, TorrentPower, JindalStainless, ProstarmInfo, Biocon, NIVABUPA, HINDCOPPER, HAL, IGL, IREDA, SUZLON

અમદાવાદ, 34 જૂનઃ NIFTYએ 20 દિવસીય એવરેજ ઉપર બંધ જાળવી રાખવા સાથે સોમવારે સપ્તાહની શરૂઆત વોલેટિલિટી અને ઇન્વેસ્ટર્સની અવઢવ વચ્ચે કરી છે. લિસ્ટેડ થયેલા હોટલ લીલા સહિતના શેર્સમાં રોકાણકારો એ પ્રોફીટ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. NIFTYએ જોકે, 24500 પોઇન્ટનું સપોર્ટ લેવલ જાળવી રાખ્યું છે. ગ્લોબલ માર્કેટ્સ અને ગીફ્ટ NIFTYની ચાલ જોતાં NIFTYની આગામી રેન્જ 25200- 25300 જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ માની રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ લોઅર લેવલથી સુધરીને પોઝિટિવ મોમેન્ટમમાં આવ્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે.

NIFTYએ ઇન્ટ્રાડે લોથી મજબૂત રિકવરી કરી અને ૨ જૂનના રોજ નજીવા નીચા લેવલે બંધ થયો હતો. ત્રણ દિવસના ઘટાડા પછી વધતો ઇન્ડિયા VIX તેજીવાળાઓ માટે સાવધાનીનો સંકેત આપે છે. દૈનિક ચાર્ટ પર બુલિશ હેમર-પ્રકારની પેટર્નની રચના ટ્રેન્ડ રિવર્સલની શક્યતા સૂચવે છે. એકંદરે, આગામી સત્રોમાં ઇન્ડેક્સ 24500- 25100ની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે. નિષ્ણાતોના મતે, 24500થી નીચે આવવાથી 24400 તરફ આગળ વધવાનો માર્ગ ખુલી શકે છે, જ્યારે 25000થી ઉપર રહેવાથી NIFTY 25100- 25200 પોઇન્ટના લેવલ્સ સુધી સુધરી શકે છે. દરમિયાન, બેંક NIFTY ટૂંક સમયમાં તેની રેકોર્ડ ઊંચી સપાટી પાછી મેળવે તેવી શક્યતા છે, ખાસ કરીને RBI નાણાકીય નીતિ પહેલાં. આની ઉપર, 56,500 એ જોવા માટેનું મુખ્ય સ્તર છે, જ્યારે સપોર્ટ 55,500 પર મૂકવામાં આવ્યો છે.

2 જૂનના રોજ, NIFTY દિવસના નીચા સ્તરથી 190 પોઈન્ટ રિકવર થયા પછી 34 પોઈન્ટ ઘટીને 24,717 પર બંધ થયો હતો. બેંક NIFTY 154 પોઈન્ટ વધીને 55,903 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે NSE પર 1,386 શેર વધ્યા હતા, જ્યારે NSE પર 1,254 શેર ઘટ્યા હતા.

ઇન્ડિયા VIX: ત્રણ દિવસના ઘટાડા પછી તીવ્ર રીતે પાછો ફર્યો, 6.72 ટકા વધીને 17.16 સ્તર પર પહોંચ્યો – તેજીવાળાઓ માટે સાવચેતીનો સંકેત.

F&O પ્રતિબંધ હેઠળ શેર: મણપ્પુરમ ફાઇનાન્સ

ફંડ ફ્લો એક્શન: FIIએ 2 જૂનના રોજ ₹2,589 કરોડની વેચવાલી નોંધાવી હતી. સામે DIIએ દસમા દિવસે તેમની ખરીદી લંબાવવા સાથે ₹5,313 કરોડની ખરીદી નોંધાવી હતી.

Listing of Prostram Info System

Symbol:PROSTARM
Series:Equity “T Group”
BSE Code:544410
ISIN: INE0BX301013
Face Value: Rs 10/-
Issue Price: Rs 105/-

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)