NIFTYને નિર્ણાયક ચાલ માટે 25,600–25,900 પોઇન્ટની રેન્જ ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, તે કોન્સોલિડેટિવ બાયસ સાથે સાવધાનીપૂર્વક ટ્રેડ કરે તેવી શક્યતા છે.

Stocks to Watch:Reliance, HDFCBnk, ICICIBnk, Wipro, TechMahindra, IDBIBnk, YesBnk, RBLBnk, UCOBnk, Indosolar, JBChem, BajajHealth, BharatCokingCoal, UPL, MishraDhatu, TechMahindra, HCLTech

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ NIFTYએ શુક્રવારે સાધારણ ઘટાડા અને નેચરલ સેન્ટિમેન્ટ સાથે 25694 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે પ્રાઇસ એક્શન હાલમાં મહત્વના રેઝિસ્ટન્સ 25800 અને મહત્વના સપોર્ટ 25500ની વચ્ચેની જણાય છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ મિડિયમ ટર્મ ટ્રેન્ડ સ્ટેબલ જણાવે છે. જ્યારે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) 40ના મથાળે નેગેટિવ મોમેન્ટમનો સંકેત  આપે છે.

NIFTY ડેઇલી અને વીકલી બંને ધોરણે ફ્લેટ બંધ થતાં પહેલાં આખા સપ્તાહ દરમિયાન કોન્સોલિડેટિવ રહ્યો હતો. નિર્ણાયક ચાલ માટે NIFTYને નિર્ણાયક રીતે 25,600–25,900 રેન્જ ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, તે કોન્સોલિડેટિવ બાયસ સાથે સાવધાનીપૂર્વક ટ્રેડ કરે તેવી શક્યતા છે. મોટાભાગના નિષ્ણાતો 100-દિવસના EMA (25,600 થી થોડો ઉપર)ની નીચે ઘટાડાને બદલે 50-દિવસના EMA (25,900થી થોડો નીચે)ની ઉપર બ્રેકઆઉટની અપેક્ષા રાખે છે.

દરમિયાન, જ્યાં સુધી બેંક NIFTY 59,800-59,500 સપોર્ટ ઝોન જાળવી રાખે છે ત્યાં સુધી તે 60,437ની તેની રેકોર્ડ ઊંચી સપાટી તરફ આગળ વધે તેવી શક્યતા છે. જોકે, આ સપોર્ટથી નીચે આવવાથી મંદીનો માર્ગ ખુલી શકે છે.

16 જાન્યુઆરીના રોજ, NIFTY 29 પોઈન્ટ વધીને 25,694 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક NIFTY 515 પોઈન્ટ (0.86 ટકા) વધીને 60,095 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,233 શેર વધ્યા હતા તેની સરખામણીમાં લગભગ 1,675 શેરમાં વેચાણનું દબાણ જોવા મળ્યું.

Q3 કમાણી, યુએસ અને ચીન GDP ડેટા, ટ્રમ્પનું દાવોસ ભાષણ સાંભળવા માટે ઉત્સુક બજાર સાવધાનીપૂર્વક ટ્રેડ કરે તેવી અપેક્ષા છે, તે ઉપરાંત ઇન્ડિયન કોર્પોરેટ અર્નિંગ્સ અને મેનેજમેન્ટ ટિપ્પણી, જિયો પોલિટિકલ તણાવ, FII સેન્ટિમેન્ટ, યુએસ, ચીન અને જાપાનના મુખ્ય આર્થિક ડેટા, ભારત-યુએસ વેપાર સોદા પરના વિકાસ સહિતના મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવાના રહેશે.

INDIA VIX: સતત ત્રીજા સત્ર માટે 10.5-12 સ્તરની રેન્જમાં ચાલ્યો. તે તમામ મુખ્ય મૂવિંગ એવરેજ (200-દિવસના EMA સિવાય) ઉપર ટકી રહ્યો, જે બુલ્સ માટે સાવધાનીનો સંકેત આપે છે. નિષ્ણાતોએ સલાહ આપી છે કે જો VIX 12 ઝોનથી ઉપર વધે તો સાવચેત રહો, જે બુલ્સને મોટા જોખમમાં મૂકી શકે છે.

Mainboard ListingBharat Coking Coal
SME ListingDefrail Technologies
Stocks in F&O banSammaan Capital, SAIL