અમદાવાદ, 24 ઓક્ટોબરઃ ગુરુવારે NIFTYએ સાધારણ સુધારા સાથે 25891 પોઇન્ટની સપાટીએ માર્કેટમાં સુધારાના આશાવાદ સાથે બંધ આપ્યું હતું. આરએસઆઇ 72ની સપાટીએ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપે છે. મૂવિંગ એવરેજ ટ્રેન્ડ અપવર્ડ અને પોઝિટિવ ડાયરેક્શનનો ઇશારો કરે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, NIFTY માટે રેઝિસ્ટન્સ 26000 છે તેની ઉપરનું બ્રેકઆઉટ વધુ સુધારા માટે જગ્યા હોવાની નિશાની ગણાવી શકાય.

NIFTY 25,700 ઝોન સપોર્ટનો બચાવ કરે છે, 26,000-26,100 રેઝિસ્ટન્સ તરફના અપમેશનને નકારી શકાય નહીં, ત્યારબાદ 26,277ની રેકોર્ડ ઊંચી સપાટી – મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ કે જેનાથી આગળ NIFTY સંગીન સુધારા માટે સજ્જ થઇ શકે છે અથવા અજાણ્યા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ૩૦ સપ્ટેમ્બર પછી પહેલી વાર NIFTYએ 26000ના સાયકોલોજિકલ લેવલને વટાવી દીધું હતું, પરંતુ 23 ઓક્ટોબરના રોજ પ્રોફિટ બુકિંગને કારણે બંધ સમયે તે સ્તર જાળવી શક્યું ન હતું.

NIFTYએ 200થી વધુ પોઇન્ટની તેજી ઇન્ટ્રા-ડે નોંધાવી હતી. પરંતુ છેલ્લે તે સાધારણ સુધારા સાથે સમાપ્ત થયો, છતાં સતત છઠ્ઠા સત્રમાં સુધારા તરફની સફર જાળવી રાખી છે. બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના છતાં અપટ્રેન્ડ અકબંધ રહે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી NIFTY 25700 પોઇન્ટના ઝોન સપોર્ટનો બચાવ કરે છે, ત્યાં સુધી 26000- 26100 પોઇન્ટના રેઝિસ્ટન્સ તરફ ઉપરની ગતિને નકારી શકાય નહીં, ત્યારબાદ 26277 પોઇન્ટની રેકોર્ડ ઊંચી સપાટી આવશે – જે નિર્ણાયક રેઝિસ્ટન્સ લેવલ છે.

INDIA VIX: બે દિવસના ઘટાડા પછી 3.85 ટકા વધીને 11.73 પર પહોંચ્યો. તે ટૂંકા અને મધ્યમ ગાળાની મૂવિંગ એવરેજથી ઉપર પણ ટકી રહ્યો છે, જે તેજીવાળાઓ માટે થોડી સાવચેતીનો સંકેત આપે છે. જોકે, નિષ્ણાતો નોંધે છે કે જ્યાં સુધી VIX 13-14 ઝોનથી ઉપર ન રહે ત્યાં સુધી અસ્થિરતા કોઈ મોટું જોખમ ઊભું કરતી નથી.

Listing of Midwest

Symbol:MIDWESTLTD
Series:Equity “B Group”
BSE Code: 544587
ISIN: INE0XAD01024
Face Value: Rs 5/-
Issue Price: Rs 1065