માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25867- 25774, રેઝિસિટન્સ 26097- 26235

નિફ્ટી માટે આગામી સપોર્ટ 25,850 પર મૂકવામાં આવ્યો છે, જે પાછલા અઠવાડિયાની રેન્જ (25,850–26,250)ની બોટમ અને બોલિંગર બેન્ડ્સની સેન્ટ્રલ લાઇન છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે આ લેવલ તોડે, તો મંદી વધુ મજબૂત થઈ શકે છે અને 25,700 તરફ ઘટાડો શક્ય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉપરમાં 26,100 અને 26,250 જોવા માટે રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની સલાહ છે.
| Stocks to Watch: | DiamondPower, SuryaRoshni, ErisLife, Ceigall, NirajCement, DrReddys, ParasDefence, paceTech, SunteckRealty, Paytm, FortisHealth, KarnatakaBank, Swiggy, BajajAuto, Tata ConS, Hindalco, AUSFBank, Eicher |
અમદાવાદ, 25 નવેમ્બરઃ નિફ્ટી અને બેંક નિફ્ટીએ મંગળવારે માસિક F&O કરારની સમાપ્તિ પહેલાં સોમવારે સપ્તાહની શરૂઆત પોઝિટિવ ટોન સાથે કરી હતી પરંતુ પાછળથી આવલા પ્રોફીટ બુકિંગે સુધારો ધોવાયો હતો. આગામી સત્રોમાં નિફ્ટી 25,850-26,250 (ગયા સપ્તાહની રેન્જ)ની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ રાખી રહ્યા છે. બંને બાજુ નિર્ણાયક બ્રેક સ્પષ્ટ દિશા આપી શકે છે, કારણ કે આ રેન્જથી નીચે જવાથી મંદી મજબૂત થઈ શકે છે. દરમિયાન, બેંક નિફ્ટીને 58,600 (ગયા સપ્તાહની બોટમ) થી ઉપર ટકાવી રાખવાની જરૂર છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ લેવલથી નીચે જવાથી 58,300 માટે દરવાજા ખુલી શકે છે, જ્યારે તેનાથી ઉપર રહેવાથી બેન્ક નિફ્ટી 59,300-59,440 ઝોન તરફ દોરી શકે છે. દરમિયાન રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ 57ના લેવલ આસપાસ નેચરલ મોમેન્ટમ સાથે કોઇ ઓવરબોટ કે ઓવરસોલ્ડ કન્ડિશન નહિં હોવાનો પણ સંકેત આપે છે. મૂવિંગ એવરેજ ટ્રેન્ડ ફ્લેટ છે. તે જોતાં માર્કેટ શોર્ટ રેન્જમાં ઘૂંટાયેલું રહેવાની સંભાવના છે.

24 નવેમ્બરના રોજ, નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 25,960 પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 32 પોઈન્ટ ઘટીને 58,835 પર બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ સતત નેગેટિવ રહેવા સાથે NSE પર સુધરેલા 724 શેરની સરખામણીમાં લગભગ 2,160 શેર ઘટ્યા હતા.
INDIA VIX: 13 ઝોનથી ઘણો ઉપર રહ્યો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો, જોકે સોમવારે તે 2.9 ટકા સુધારીને 13.24 પર પહોંચ્યો (અગાઉના સત્રમાં 12.3 ટકાના વધારા પછી), જે તેજીવાળાઓ માટે સાવચેતીના ઝોનનો સંકેત આપે છે.
| Stocks in F&O ban: | SAIL, Sammaan Capital |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
