26,300 અને ત્યારબાદ 26,500 લેવલ તરફ ઉપરની તરફ જવા માટે નિફ્ટીને સતત 26,000 સ્તરનો બચાવ કરવાની જરૂર છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, જેમાં 25,700-25,800 સ્તરો પર સપોર્ટ રહેશે

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ 29 ઓક્ટોબરના રોજ, નિફ્ટીએ 26,078–25,760 ના ઇન્ટ્રાડે હાઇ-લોને સ્પર્શ કર્યો અને પછી 118 પોઈન્ટ (0.45 ટકા) વધીને 26,054 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 171 પોઈન્ટ (0.27 ટકા) વધીને 58,૩85 પર બંધ થયો, જે એક દિવસનો હાઇ-લો 58,470–58,087 રેકોર્ડ હતો.

માર્કેટ બ્રેડ્થને તેજીનો ટેકો મળ્યો, કારણ કે NSE પર 776 શેર ઘટ્યા હતા, જ્યારે લગભગ 1,821 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી તેમજ બેંકિંગ ઇન્ડેક્સમાં ગતિ મજબૂત રહી છે. નિફ્ટીએ 27 સપ્ટેમ્બર, 2024 પછી પહેલી વાર 26,000ના આંકને હાંસલ કર્યો હતો, પરંતુ 26,૩00 અને ત્યારબાદ 26,500 તરફ આગળ વધવા માટે તેને સતત આ સ્તરને જાળવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, જેમાં 25,700-25,800 સ્તરો પર સપોર્ટ રહેશે.

દરમિયાન, જ્યાં સુધી બેંક નિફ્ટી 58,000 ઝોનથી ઉપર રહેશે, ત્યાં સુધી 58,500-58,600 સ્તરો તરફ ધીમે ધીમે ઉપરની તરફ કૂચ કરી શકે છે, ત્યારબાદ 57,000 લેવલ આવે છે. જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તેની નીચે, 57,700-57,600 સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે.