માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ બ્લૂડાર્ટ, આઇટીસી, એચડીએફસી બેન્ક, નાટકો ફાર્મા, યુપીએલ
મુંબઇ, 13 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 20000ની સાયકોલોજિકલ સપાટી નીચે ટ્રેડ થવા સાથે નેગેટિવ ક્લોઝિંગ આપ્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર લોઅર શેડો સાથે સાત દિવસની સુધારાની ચાલને બ્રેક વાગી છે. જો નિફ્ટી બુધવારે પણ નેગેટિવ બંધ આપે તો કરેક્શન ઘેરું બની શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસના અધારે સ્ટોક્સબોક્સ દર્શાવે છે. વધુ પ્રોફીટ બુકિંગ સાથે બેન્ક નિફ્ટી પણ નેગેટિવ કેન્ડલ ઓન ડેઇલી ચાર્ટ ધરાવે છે. બેન્ક નિફ્ટી માટે 45800 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ જદણાય છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે નિફ્ટી માટે 20059 પોઇન્ટ ઉપર ક્રોસ થયા પછી જ તેજીનો વેપાર ગોઠવવાની સલાહ મળી રહી છે. જો તેની નીચે ટ્રેડ થાય તો 19927 પોઇન્ટનું લેવલ જોવા મળી શકે તેવી શક્યતા સ્ટોક્સબોકસે વ્યક્ત કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)