માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃનિફ્ટી 19837 ક્રોસ થાય તો સ્ટ્રેટેજી સેલમાંથી બાય કરવા ટેકનિકલ એનાલિસ્ટ્સની સલાહઃ CANFINHOME, VTL, BPCL, LICI TATAMOTORS
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ સેન્સેક્સે 261 પોઇન્ટના સુધારા સાથે 66428 પોઇન્ટ અને નિફ્ટીએ 79 પોઇન્ટના સુધારા સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ વોલેટિલિટી સાથે રેન્જબાઉન્ડ ટ્રેડ જારી રાખવા સાથે મહત્વનું રેઝિસ્ટન્સ 19850 એકવાર ક્રોસ કરવા કોશિશ કરી છે. ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળે છે કે, ટોપ લેવલે પ્રેશર આવી જ રહ્યું છે. તે જોતાં 19850 ક્રોસ થવી અને બંધ રહેવી અત્યંત જરૂરી રહેશે.
બેન્ક નિફ્ટી પણ તેની 50 એસએમએ લેવલને ટેસ્ટ કરી ચૂક્યોછે. પરંતુ ક્રોસ કરવામાં સફળ રહે ત્યાં સુધી લોંગ પોઝિશન માટે રાહ જોવી જોઇએતેવી સલાહ સ્ટોક્સબોક્સના ટેકનિકલ અહેવાલમાં મળી રહી છે. બેન્ક નિફ્ટી માટે 43800 મહત્વનો સપોર્ટ અને 45000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 19837 ક્રોસ થયા બાદ ટ્રેડિંગ સ્ટ્રેટેજી સેલમાંથી બાય કરવાની પણ સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)