મુંબઈ,8 એપ્રિલઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.45,769.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,461.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 36299.39 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,080 અને નીચામાં રૂ.70,750 ના મથાળે અથડાઈ, રૂ.349 વધી રૂ.70,985ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.487 વધી રૂ.57,050 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.75 વધી રૂ.6,998ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.396 વધી રૂ.70,695ના સ્તરે પહોંચ્યો હતો.

નેચરલ ગેસ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.8.30 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,595ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,064 અને નીચામાં રૂ.81,557 ના મથાળે અથડાઈ, રૂ.992 વધી રૂ.81,855 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.995 વધી રૂ.81,723 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,014 વધી રૂ.81,727 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.800.65ના ભાવે ખૂલી, રૂ.14.10 વધી રૂ.815.50 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.225.05 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.236ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.225.10 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.187.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.2.90 વધી રૂ.235.50 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,129ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,202 અને નીચામાં રૂ.7,112 ના મથાળે અથડાઈ, રૂ.105 ઘટી રૂ.7,179 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.98 ઘટી રૂ.7,184 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.148ના ભાવે ખૂલી, રૂ.2.30 ઘટી રૂ.149.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.3 ઘટી 149.4 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,800 અને નીચામાં રૂ.61,700 ના મથાળે અથડાઈ, રૂ.220 વધી રૂ.61,800ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.908.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.9,462 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 36,299 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,052.08 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,702.85 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.662.94 કરોડનાં 17,693 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.618.79 કરોડનાં 44,291 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.99.32 કરોડનાં 1,898 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.50.21 કરોડનાં 1,053 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.813.86 કરોડનાં 4,021 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.453.13 કરોડનાં 7,260 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.74 કરોડનાં 16 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.63 કરોડનાં 111 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)