મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડે DHRP ફાઇલ કર્યું
અમદાવાદ, 23 જુલાઇઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડે IPO થકી રૂ. 2,035 કરોડ એકત્રિત કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ઓફરમાં રૂ. 1,785 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો સતિશકુમાર ટી અને અનિતા એસ દ્વારા રૂ. 250 કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
તમિળનાડુના ઇરોડમાં સ્થપાયેલી મિલ્કી મિસ્ટે ભારતમાં અગ્રણી ડેરી બ્રાન્ડ તરીકે નામ મળેવ્યું છે જે પનીર, ચીઝ, યોગર્ટ, દહીં, આઈસક્રીમ, બટર, ઘી અને પેકેજ્ડ ફૂડ સહિત વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સ (વીએડીપી) પર વિશેષ ધ્યાન આપે છે. અન્ય પરંપરાગત ડેરી કંપનીઓથી વિપરિત મિલ્કી મિસ્ટ લિક્વિડ મિલ્ક વેચતી નથી જેનાથી તે એફએમસીજી કંપનીઓની જેમ મજબૂત પોઝિશન અને ઊંચા માર્જિન મેળવી શકે છે.
ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ
રૂ. 1,875 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવામાં આવશેઃ
1. ચોક્કસ બાકી ઋણની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે રૂ. 750 કરોડ
2. પેરુન્દુરાઇ ઉત્પાદન એકમના આધુનિકીકરણ અને વિસ્તરણ (વ્હે પ્રોટીન કોન્સન્ટ્રેટ, યોગર્ટ અને ક્રીમ ચીઝ પ્લાન્ટના ઇન્સ્ટોલેશન સહિત) રૂ. 414 કરોડ
3. વિસિ કૂલર્સ, આઇસક્રીમ ફ્રીઝર્સ અને ચોકલેટ કૂલર્સ સ્થાપવા માટે રૂ. 129 કરોડ
4. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (સેબી નિયમનો મુજબ કુલ મળનારી રકમના 25 ટકા સુધી)
નાણાંકીય કામગીરી:
- નાણાંકીય વર્ષ 2023માં કામગીરીથી મળેલી રૂ. 1,394 કરોડની આવક નાણાંકીય વર્ષ 2025માં રૂ. 2,349 કરોડ થઈ હતી જે લગભગ 30 ટકાનો મજબૂત સીએજીઆર દર્શાવે છે
- નાણાંકીય વર્ષ 2025માં રૂ. 310 કરોડની એબિટા જેમાં 13.2 ટકાનું એબિટા માર્જિન
IPO દ્વારા કંપનીનો ઉદ્દેશ પ્રીમિયમ વેલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સની વધતી માંગનો લાભ લેવા, ઉત્પાદન ક્ષમતા વધારવા, દેવું ઘટાડવા અને ભારતના ડેરી એફએમસીજી સેગમેન્ટમાં તેના નેતૃત્વને મજબૂત બનાવવાનો છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
