મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને ગુજરાત મિલર્સે ફોર્ટિફાઇડ ઘઉંના લોટના 7 નવા બ્રાન્ડ લોન્ચ કર્યા

અમદાવાદ – 7 ઑક્ટોબર: મિલર્સ ફૉર ન્યુટ્રિશન, ગુજરાત રોલર ફ્લોર મિલર્સ એસોસિએશન (GRFMA) અને ફૉર્ટિફાય હેલ્થ સાથે ભાગીદારીમાં, આજે અમદાવાદમાં સાત ફોર્ટિફાઇડ ઘઉંના લોટના બ્રાન્ડ લોન્ચ કર્યા, જે ભારતમાં કુપોષણ અને એનિવિયા સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ છે – રાધે માખન (ભાવ્યા ફૂડ પ્રોડક્ટ્સ), માધવન ભોગ (ઋદ્ધિ સિદ્ધિ ગ્રેઇન પ્રોસેસિંગ), રાજભોગ (રાધાજી પ્રોટીન), રાજશ્રી (ગિરિરાજ ફૂડ ઇન્ડસ્ટ્રી), રોહિણી ગોલ્ડ (રોહિણી પલ્સિસ એન્ડ ફૂડ્સ), ઝમઝમ, મુસકાન, શુદ્ધ (ફૉર્ચ્યુન પ્રોટીન) તથા લાલવાણી હેરીઝ ચક્કી આટા (બ્રાઇટ સ્ટાર ફૂડ્સ). બધા પ્રોડક્ટ્સ આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવવામાં આવ્યા છે. મિલર્સ ફૉર ન્યુટ્રિશન એ મિલરોને ટેકનિકલ સહાય, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સપોર્ટ આપ્યું છે.
ભારતમાં હજી પણ એનિવિયા અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની અછતનો મોટો પ્રશ્ન છે. રાષ્ટ્રીય સર્વે મુજબ, લગભગ અડધા ભારતીય સ્ત્રીઓ એનિવિયાથી પીડાય છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ ફોર્ટિફાઇડ કરીને, મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને તેના ભાગીદારો પોષણ સીધું જ પરિવારોની થાળીમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ લોન્ચ ઇવેન્ટ અમદાવાદના વેલકમહોટેલ બાય આઈટીસીમાં યોજાઈ હતી, જેમાં સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ નેતાઓ અને નાગરિક સમાજના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઘઉંના લોટ ફોર્ટિફિકેશન માટેની નિયમનકારી નીતિઓ, સ્કૂલ ભોજન અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભૂમિકા તથા ઈ-કોમર્સ અને રિટેલ ચેનલો મારફતે ફોર્ટિફાઇડ પ્રોડક્ટ્સના વિસ્તરણની તક પર ચર્ચા થઈ.
નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ રાધે માખન (ભાવ્યા ફૂડ પ્રોડક્ટ્સ), માધવન ભોગ (ઋદ્ધિ સિદ્ધિ ગ્રેઇન પ્રોસેસિંગ), રાજભોગ (રાધાજી પ્રોટીન), રાજશ્રી (ગિરિરાજ ફૂડ ઇન્ડસ્ટ્રી), રોહિણી ગોલ્ડ (રોહિણી પલ્સિસ એન્ડ ફૂડ્સ), ઝમઝમ, મુસકાન, શુદ્ધ (ફૉર્ચ્યુન પ્રોટીન) તથા લાલવાણી હેરીઝ ચક્કી આટા (બ્રાઇટ સ્ટાર ફૂડ્સ)
ગુજરાતના મિલરો હવે આ અભિયાનમાં જોડાતા, રાજ્ય ભારતની પોષણ યાત્રામાં ઉદ્યોગ નેતૃત્વનું ઉદાહરણ બનશે. મિલર્સ ફૉર ન્યુટ્રિશન હેઠળના સંયુક્ત પ્રયાસો સાબિત કરે છે કે ફોર્ટિફિકેશન માત્ર ટેકનિકલ પહેલ નથી, પરંતુ છૂપી ભૂખ સામેનું મુખ્ય સમાધાન છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
