નેફ્રોપ્લસ નો IPO 10 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 438 – 460
| ઇશ્યૂ ખૂલશે | 10 ડિસેમ્બર |
| ઇશ્યૂ બંધ થશે | 12 ડિસેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 438 – 460 |
| લોટ સાઇઝ | 32 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 18935819 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 871.05 કરોડ |
| Employee Discount | રૂ. 41 |
| લિસ્ટિંગ | NSE, BSE |
અમદાવાદ, 5 ડિસેમ્બર: નેફ્રોપ્લસ શેરદીઠ રૂ. 2 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 438 – 460 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 10 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 18935819 શેર્સની રૂ. 871.05 કરોડની ઓફર ધરાવતો આઇપીઓ તા. 12 ડિસેમ્બરે બંધ થશે. લોટ સાઇઝ 32 શેર્સની રાખવામાં આવી છે. કંપનીના શેર્સ NSE અને BSE ખાતે લિસ્ટેડ કરાવવાની કંપની દરખાસ્ત ધરાવે છે. બિડ્સ લઘુતમ 32 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 32 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 41 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
નેફ્રોપ્લસ 2009માં સ્થાપિત ભારતમાં સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ ડાયાલિસીસ સર્વિસ નેટવર્ક છે, જે 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના 288 શહેરોમાં ક્લિનિકનું સમગ્ર ભારતમાં નેટવર્ક ધરાવે છે. તે ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન અને નેપાળમાં 51 ક્લિનિક્સ સહિત 519 ક્લિનિકનું નેટવર્ક પણ ધરાવે છે.
નેફ્રોપ્લસનું ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં આવેલું 165 બેડવાળું ડાયાલિસીસ ક્લિનિક વૈશ્વિક સ્તરે સૌથી મોટું ડાયાલિસીસ ક્લિનિક છે. કંપની ભારતમાં નવા ડાયાલિસીસ ક્લિનિક્સ ખોલવા માટેના મૂડી ખર્ચ માટે ફ્રેશ ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી રૂ. 129.1 કરોડનો ઉપયોગ કરવાનો અને ચોક્કસ ઉધારની પૂર્વ-ચુકવણી અથવા નિર્ધારિત ચુકવણી માટે રૂ. 136 કરોડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
નાણાંકીય વર્ષ 2024માં ભારતીય ડાયાલિસીસ સર્વિસ માર્કેટનું મૂલ્ય 818 મિલિયન યુએસ ડોલર હતું અને તે 2029માં લગભગ 1,979 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
31 માર્ચ, 2025 અને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ લિમિટેડની આવકમાં 34% નો વધારો થયો છે અને કર પછીનો નફો (PAT) 91% નો વધારો થયો છે.
| Period Ended | 30 Sep 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 1,193.68 | 996.46 | 806.02 | 666.23 |
| Total Income | 483.97 | 769.92 | 574.72 | 443.26 |
| PAT | 14.23 | 67.10 | 35.13 | -11.79 |
| NET Worth | 716.06 | 594.21 | 423.55 | 384.73 |
| Reserves and Surplus | 704.14 | 578.68 | 408.57 | 383.50 |
| Amount in ₹ Crore | ||||
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
