અમદાવાદ, 7 મેઃ જે રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ સોર્સ શોધતાં હોય તેમના માટે દેશનો પ્રથમ રિટેલ નેક્સસ REIT ઈશ્યૂ 9મેના રોજ ખૂલી રહ્યો છે.જેમાં રિટેલ રોકાણકારો રૂ. 14250થી 15000 સુધીનું લઘુત્તમ રોકાણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, REIT ઈશ્યૂમાં રિટેલ રોકાણકારે રૂ. 50 હજાર સુધીનું રોકાણ કરવુ આવશ્યક હતું. પરંતુ સેબીએ નિયમ સરળ બનાવતાં હવે રૂ. 15000 સુધીનું રોકાણ કરી શકાશે.

Nexus REIT IPOમાં રૂ. 15,000 સુધીનું લઘુત્તમ રોકાણ કરી શકાશે

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ બ્લેકસ્ટોનનો આ ચોથો REIT છે. અગાઉ એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT, માઈન્ડસ્પેસ REIT અને બ્રુકફિલ્ડ REITના IPO લાવી હતી. જેમાં રોકાણકારે રૂ. 50 હજારનું લઘુત્તમ રોકાણ કર્યું હતું. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટની પ્રાઈસ બેન્ડ યુનિટ દીઠ રૂ. 95થી રૂ. 100 છે. એન્કર ઈન્વેસ્ટર્સ સિવાયના બીડર્સ લઘુતમ 150 યુનિટ્સ અને તેના પછીના 150ના ગુણાંક માટે બિડ કરી શકે છે. બિડ/ઓફર 11 મે એ બંધ થશે.

અગાઉના બે REIT ઇશ્યૂ એટ એ ગ્લાન્સ

ભારતની પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સે યુનિટ દીઠ રૂ. 299થી રૂ. 300ની પ્રાઈસ બેન્ડથી પબ્લિક ઇશ્યૂ નક્કી કર્યો હતો.

માઇન્ડસ્પેસ REIT અને બ્રુકફિલ્ડ (BIRET) REIT યુનિટ દીઠ રૂ. 274થી રૂ. 275ની ઈશ્યૂ પ્રાઈઝ હતી.

રોકાણકારોને 3 પ્રકારે થઇ શકે છે આવક

  1. ડિવિડન્ડ ચુકવણી, 2. વ્યાજ ચુકવણી અને 3. મૂડીમાં વૃદ્ધિ

લિસ્ટેડ અન્ય REIT એટ એ ગ્લાન્સ

ભારત હાલ ત્રણ લિસ્ટેડ ઓફિસ REIT છે જે વાર્ષિક 10 ટકાથી વધુ રિટર્ન આપે છે જેમાં મોટાભાગનું રિટર્ન ડિવિડન્ડના સ્વરૂપમાં ત્રિમાસિક ધોરણે મળે છે અને મહદઅંશે કરમુક્ત હોય છે.

વાર્ષિક 7.5 ટકાની યિલ્ડ

આ રિટેલ REIT IPO પહેલા વર્ષે વાર્ષિક ડિવિડન્ડ યીલ્ડ 7.5% અને ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ ગણતરી મુજબ 7.7% યિલ્ડ આપે તેવી અપેક્ષા છે. લગભગ 70% ડિવિડન્ડ કરમુક્ત હશે જેથી આવકવેરા સ્લેબના આધારે 6.6%થી 7.3%ની કરમુક્ત ડિવિડન્ડ યિલ્ડ પ્રદાન કરશે. આ કરમુક્ત રિટર્ન એફડી અને 10 વર્ષીય ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં મળતા ટેક્સ ફ્રી રિટર્ન કરતાં 2થી3 ટકા વધુ છે.