નિફ્ટી 22600 ઉપર બંધ, સેન્સેક્સમાં 941 પોઇન્ટનો તોતિંગ ઉછાળો
રૂ. 8 લાખ કરોડનું MCAP ધરાવતી આઇસીઆઇસીઆઇ બેન્ક બની બીએસઇ ખાતે પાંચમી લિસ્ટેડ કંપની, રિલાયન્સ 19.83 લાખ કરોડ સાથે ટોપ પર
COMPAY | MCAP (CR.) |
RELIANCE | 19,82,685.68 |
TCS | 14,00,416.95 |
HDFC BANK | 11,61,415.70 |
ICICI BANK | 8,14,033.29 |
BHARTI AIRTEL | 7,54,949.39 |
STATE BANK OF INDIA | 7,37,306.81 |
LIC | 6,19,976.27 |
INFOSYS | 5,95,960.80 |
ITC | 5,46,830.80 |
HUL | 5,23,242.23 |
અમદાવાદ, 29 એપ્રિલઃ
રિયલ્ટી સિવાયના તમામ સેક્ટરમાં જોવા મળેલી ખરીદી વચ્ચે નિફ્ટી 22,600ની ઉપર બંધ થવા સાથે અગાઉના સત્રની તમામ ખોટ ભૂંસી નાંખી છે અને બજાર ઝડપથી બાઉન્સ બેક થયું હતું. સેન્સેક્સ 941.12 પોઈન્ટ અથવા 1.28 ટકા વધીને 74,671.28 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 223.45 પોઈન્ટ અથવા 1 ટકા વધીને 22,643.40 પર બંધ રહ્યો હતો. પોઝિટિવ વૈશ્વિક સંકેતો વચ્ચે, બજારની શરૂઆત પોઝિટિવ નોટ અને ગેપઅપ સાથે થઈ હતી અને ફિનાન્સ કંપનીઓની આગેવાની હેઠળ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બેન્ચમાર્કને દિવસની ઊંચી સપાટીએ બંધ રહેવામાં મદદ મળી હતી.
નિફ્ટી બેઝ્ડ ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેન્ક સુધરવામાં ટોચે હતા, જ્યારે HCLTech, Apollo Hospitals, Bajaj Auto, HDFC Life અને LTIMindtreeમાં ઘટાડાની ચાલ જોવામળી હતી.
વિવિધ સેક્ટોરલ્સની વાત કરીએ તો રિયલ્ટી સિવાય, અન્ય તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૈકી હેલ્થકેર, મેટલ, પાવર, બેંક અને ઓઇલ એન્ડ ગેસ 0.4-2 ટકાના વધારા સાથે સુધારાની ચાલ સાથે બંધ રહ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. તો નિફ્ટી બેંકે 2 મહિનામાં સૌથી મોટો એક દિવસીય સુધારો નોંધાવ્યો છે. ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો અને 49,473.60 ની તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
“નિફ્ટી માટે 22,500- 22,300 સપોર્ટ અને 22780- 23000 રેઝિસ્ટન્સ
સેન્સેક્સ અને નિફ્ટી નોંધપાત્ર રીતે વધવાના કારણે ભારતીય શેરબજારોએ મજબૂત દિવસનો આનંદ માણ્યો હતો. નજીકના ભવિષ્યમાં સ્ટોક માર્કેટ વોલેટિલિટી વધવાની ધારણા છે કારણ કે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 12% વધ્યો છે. ટેકનિકલ દૃષ્ટિકોણથી, નિફ્ટી 22,630ના રેઝિસ્ટન્સને વટાવી ગયો છે અને તેની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે, જે મજબૂતાઈ સૂચવે છે. પરિણામે, નિફ્ટી તેની સર્વકાલીન 22,776ની સર્વોચ્ચ સપાટી તોડવાની કોશિશ કરી શકે છે અને જો તેની ઉપર ટકી રહે છે, તો તેજી 23,000-23,100ના સ્તર સુધી લંબાવી શકે છે. ટૂંકા ગાળા માટે, 22,500 અને 22,300 મજબૂત સપોર્ટ લેવલ તરીકે કામ કરશે જ્યારે 22780 અને 23000 રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. બેન્ક નિફ્ટી 1223 પોઈન્ટ વધીને 49,424ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે. ટેક્નિકલ રીતે, બેન્ક નિફ્ટી 48,500ના રેઝિસ્ટન્સની ઉપર બંધ થયો છે અને તેણે 49,000-49,500 ના ટૂંકા ગાળાના લક્ષ્યાંકને લગભગ હાંસલ કરી લીધો છે. તેજીની ગતિને જોતાં બેન્ક નિફ્ટી ટૂંકા ગાળામાં 50,000ના સ્તરની ચકાસણી કરી શકે છે. –નિરજ શર્મા, અસીત સી. મહેતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરમિડિયેટ્સ લિ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)