મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSE એકેડમી લિમિટેડ (એનએએલ)એ ભારત સરકારના એમએસએમઇ મંત્રાલયના સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (ni-msme)ની સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમએસએમઇ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ ક્ષેત્રમાં અગ્રણી સંસ્થાન છે.

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉભરતાં ઉદ્યોગ સાહસિકો, નાના વ્યવસાય માલિકો અને પ્રોફેશ્નલ્સને સશક્ત કરવાનો છે.  આ અંતર્ગત ડિજિટલ અને નાણાકીય વ્યૂહરચના, બિઝનેસ મેનેજમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યને મજબૂત કરવા માટે આધુનિક ટ્રેનિંગ પ્રોગ્રામ અને સર્ટિફિકેશન પ્રદાન કરાશે. તેનો ઉદ્દેશ્ય એક એવી મજબૂત સપોર્ટ સિસ્ટમ વિકસિત કરવાનો છે, જે વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે એમએસએમઇ ક્ષેત્રની સંપૂર્ણ મજબૂતમાં યોગદાન આપશે.

નાણાકીય અને ટેકનિકલ ક્ષેત્રોમાં NSE એકેડેમી લિમિટેડની કુશળતા અને ઉદ્યોગસાહસિકતા વિકાસમાં NI-MSMEની ઊંડી સમજને જોડતાં આ ભાગીદારી એમએસએમઇ ક્ષેત્ર માટે રેસિડેન્શિયલ અને નોન-રેસિડેન્શિયલ બુટ કેમ્પ દ્વારા કાર્યક્ષમ તાલીમ પૂરી પાડશે. આ બુટ કેમ્પ નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ વ્યૂહરચના, વ્યવસાય આયોજન અને કાર્યકારી કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનો ઉદ્દેશ્ય એક મજબૂત સહાયક પદ્ધતિ સ્થાપિત કરવાનો છે, જે વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપશે તેમજ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રની એકંદર શક્તિમાં પણ વધારો કરશે.

આ અંગે NI-MSME ના ડિરેક્ટર જનરલ ડો. સુંચુ ગ્લોરી સ્વરૂપાએ કહ્યું હતું કે: NSE એકેડેમી સાથેની આ ભાગીદારી એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવાના અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ઉદ્યોગસાહસિકતા વિકાસમાં અમારા અનુભવને NSE એકેડેમીની નાણાકીય અને ડિજિટલ તાલીમમાં કુશળતા સાથે જોડીને અમે એમએસએમઇની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરતા અસરકારક શિક્ષણ અનુભવો પ્રદાન કરી શકીશું. આ પહેલ દેશભરના વ્યવસાયોના વિકાસ અને ટકાઉપણામાં નોંધપાત્ર યોગદાન આપશે.

NSE એકેડેમી લિમિટેડના સીઇઓ અભિલાષ મિશ્રાએ જણાવ્યું હતું કે: NI-MSME સાથેની અમારી ભાગીદારી ભારતના એમએસએમઇ ક્ષેત્રને સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. કેન્દ્રિત કૌશલ્ય વિકાસ અને નાણાકીય શિક્ષણ કાર્યક્રમો પ્રદાન કરીને અમે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને વૃદ્ધિ અને સફળતા માટે તકો ઊભી કરવાનો ધ્યેય રાખીએ છીએ.