નવી દિલ્હી, 20 ડિસેમ્બર: મેટાની બિઝનેસ અને ટેકનિકલ ઉકેલ પ્રદાતાઓની ઇકોસિસ્ટમ મારફતે ONDC અને મેટાએ  નાના બિઝનેસીસને સક્ષમ અને શિક્ષીત કરીને વ્હોટ્સએપ પર ખરીદનાર અને વેચનારના અનુભવને સરળ વાતચીતનું સર્જન કરીને ડિજીટલ વ્યાપારની શક્તિને ખુલ્લી મુકવા મદદ કરવા માટે આજે ભાગીદારી કરી છે. જેમાં ONDC આ બિઝનેસી ઉકેલ પ્રદાતાઓને તેઓ ONDC નેટવર્ક પર જે સર્વિસીઝ લાવીને સેલર એપ્સ તરીકે ઉભરી આવવામાં મદદ કરશે અને વ્યાપારને આગળ ધકેલવામાં મદદ કરશે. ભાગીદારીની શરૂઆત કરવા માટે હવે પછીના બે વર્ષોમાં પાંચ લાખ MSMEને પણ ડિજીટલી વધારાની કુશળતા મેટા સ્મોલ બિઝનેસ ઍકેડમી દ્વારા પૂરી પાડવામાં આવશે. દેશભરમાં 1 કરોડ નાના બિઝનેસને વધારાની કુશળતા પૂરી પાડવાની મેટાની પ્રતિબદ્ધતામાંથી ઉદભવેલ મેટા સ્મોલ બિઝનેસ ઍકેડમી સર્ટીફિકેશન ઓફર કરે છે જેથી ઉદ્યોગ સાહસિકો અને માર્કેટર્સ મેટા એપ્સ પર વૃદ્ધિ કરવા માટે અગત્યની ડિજીટલ માર્કેટિંગ કુશળતા પ્રાપ્ત કરી શકે.

ONDCના એમડી અને સીઇઓ ટી કોશીએ જણાવ્યું હતુ કે, અમે MSMEને સશક્ત બનાવવા, તેમજ તેમનામાં ડિજીટલ વિઝીબિલીટી ઊભી કરવામાં મદદ કરીશું.

ભારતમાં મેટાના વાઇસ પ્રેસિડન્ટ સંધ્યા દેવનાથનએ ઉમેર્યુ હતુ કે, દેશભરમા ખાસ કરીને MSME માટે ડિજીટલ સમાવેશીતાને એડવાન્સ બનાવવામાં મેટા સરકાર અને ઉદ્યોગ સાથે ભાગીદારી કરવામાં આગળ પડતી રહી છે.

સરકારના ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ના સરકારના સ્વપ્નને ટેકો પૂરો પાડવા માટે અમારી ONDC સાથેની ભાગીદારીનું સર્જન થયુ છે. ચાલુ વર્ષના પ્રારંભમાં મેટાએ વ્હોટ્સએપ સે વ્યાપારપ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જેનો હેતુ વ્હોટ્સએપ બિઝનેસ એપ પર 11 ભારતીય ભાષાઓમાં 29 રાજ્યોમાં 1 કરોડ વેપારીઓની કુશળતા વધારવાનો હતો. આજે વિશ્વમાં 20 કરોડથી વધુ વ્હોટ્સએપ બિઝનેસ એપના યૂઝર્સ છે અને ભારતમાં 60%થી વધુ લોકો વ્હોટ્સએપમાં બિઝનેસ એકાઉન્ટ ધરાવે છે.