અમદાવાદ, 27 જાન્યુઆરીઃ કેન્દ્રીય બજેટ 2025-2026માં સર્વાઇવલ કેપિટલ (અસ્તિત્વ ટકાવી રાખવા માટેની મૂડી), ટેલેન્ટ રીટેન્શન (પ્રતિભા જાળવી રાખવી) અને અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ફૉર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા 2 લાખ સ્ટાર્ટઅપ્સની સાથે, કેન્દ્ર સરકારની નીતિવિષયક પહેલમાં વ્યાપ અને પરિપક્વતા પ્રતિબિંબિત થવી જોઈએ.

બજેટમાં બેંકો માટે સ્પષ્ટ આદેશો, પરિણામ-લક્ષી સબસિડી અને પ્રારંભિક તબક્કાના તેમજ મેન્યુફેક્ચરિંગ-કેન્દ્રિત સાહસોને ટેકો આપવા માટે ફિનટેક-આધારિત ક્રેડિટ મોડલ્સ પર ભાર મૂકવો જોઈએ. સરકારે વ્યવહારિક અને વર્તમાન ખર્ચની વાસ્તવિકતાઓને અનુરૂપ GST મર્યાદાઓની ફરી સમીક્ષા કરવાની જરૂર છે, જે સ્ટાર્ટઅપ્સની પ્રારંભિક તબક્કાની કાર્યક્ષમતા સુધારશે.

સામાજિક અને પ્રભાવ-લક્ષી ક્ષેત્રોમાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સ પણ કેન્દ્રીય બજેટ 2026માં વધુ સ્પષ્ટ નીતિગત ધ્યાન આપવાની માંગ કરી રહ્યાં છે. કેન્દ્રીય બજેટ 2026 પાસે અમલીકરણ, સ્થિરતા અને લાંબાગાળાના મૂલ્યનિર્માણને પ્રાધાન્ય આપીને ભારતની સ્ટાર્ટ-અપ મહત્વાકાંક્ષાને વધુ મજબૂત કરવાની તક છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)