અમદાવાદ, 21 જુલાઈઃ પ્રાઇમરી માર્કેટ ફરી તેના વ્યસ્ત શેડ્યૂલમાં પાછું ફર્યું છે કારણ કે 21 જુલાઈથી શરૂ થતા અઠવાડિયે કુલ 10 IPO પ્રાઈમરી માર્કેટમાં એન્ટર થઇ રહ્યા છે, અને ત્રણ કંપનીઓ શેરબજારમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. બંને સેગમેન્ટ મેઈનબોર્ડ અને SMEમાં 5-5 ખુલશે, જેમાં એક REIT ઇશ્યૂનો સમાવેશ થાય છે.

મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ

આ સપ્તાહે રૂ. 2000 કરોડથી વધુની ઈશ્યૂ સાઈઝના ચાર IPO આવી રહ્યા છે. એનસીડીએલ પણ ટૂંકસમયમાં પોતાનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. જેની તારીખ હજુ નિશ્ચિત થઈ નથી. આવો જાણીએ આ IPO વિશે તમામ જરૂરી માહિતી…

  1. ઈન્ડિક્યુબ સ્પેસ લિ. IPO
ઈશ્યૂ સાઈઝ700 કરોડ
પ્રાઈસ બેન્ડ225-237
ઓપનિંગ ડેટ23 જુલાઈ
લિસ્ટિંગ 30 જુલાઈ
ગ્રે પ્રીમિયમરૂ. 41
એમ્પ્લોયી ડિસ્કાઉન્ટરૂ. 22

2015માં સ્થાપિત ઈન્ડિક્યુબ સ્પેસિસ લિ. કોર્પોરેટ હબ્સ, બ્રાન્ચ ઓફિસ સહિતના વિવિધ વર્કપ્લેસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. જેમાં તે ઈન્ટિરિયર, સુવિધાઓ સહિતની સેવાઓ સાથે પારંપારિક ઓફિસ એક્સિપિરિયન્સને મોર્ડન બિઝનેસમાં તબદીલ કરે છે. કંપની 15 શહેરોમાં 115 સેન્ટર્સનો પોર્ટફોલિયો ધરાવે છે.

ફંડામેન્ટલ્સઃ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, કંપનીએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાંથી 2023-24, 2022-23માં ચોખ્ખી ખોટ નોંધાવી છે. જો કે, 2024-25માં રૂ. 139.62 કરોડનો નફો નોંધાવ્યો હતો. આવકો સતત વધી છે. સાથે દેવામાં ઘટાડો થયો છે. 2022-23માં રૂ. 623.16 કરોડનું દેવું ઘટી 2024-25માં 343.96 કરોડ થયું છે. પ્રિ-IPO શેરદીઠ કમાણી -7.65 છે.

2. જીએનજી ઈલેક્ટ્રોનિક્સ લિ.

    ઈશ્યૂ સાઈઝ460.43 કરોડ
    પ્રાઈસ બેન્ડ225-237
    ઓપનિંગ ડેટ23 જુલાઈ
    લિસ્ટિંગ 30 જુલાઈ
    ગ્રે પ્રીમિયમરૂ. 40

    2006માં સ્થાપિત રિફર્બિશમેન્ટ ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ કરતી જીએનજી ઈલેક્ટ્રોનિક્સ ભારત, યુએસએ, યુરોપ, આફ્રિકા, અને યુએઈમાં બિઝનેસ ધરાવે છે. કંપની ઈલેક્ટ્રોનિક્સ બાજાર બ્રાન્ડ હેઠળ રિફર્શિમેન્ટ સેલની સુવિધા આપે છે. કંપની આઈટીએડી, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસિઝ, વોરંટી, ડોરસ્ટેપ સર્વિસ, ઓન-સાઈટ ઈન્સ્ટોલેશન સહિતની સુવિધા પણ આપે છે.

    કંપનીની આવક અને નફામાં સતત વૃદ્ધિઃ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીની આવક, નફો અને નેટવર્થમાં વધારો થયો છે. 2022-23માં આવક રૂ. 62.79 કરોડ સામે વધી 2023-24માં રૂ. 1143.80 અને 2024-25માં રૂ. 1420.37 કરોડ થઈ છે. ચોખ્ખો નફો પણ 32.43 કરોડ સામે વધી 69.03 કરોડ નોંધાયો છે. જો કે, કંપનીનું કુલ દેવું પણ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં રૂ. 152.02 કરોડ સામે વધી રૂ. 446.92 કરોડ થયું છે.

    3. બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિ.

    ઈશ્યૂ સાઈઝરૂ. 759.60 કરોડ
    ઈશ્યૂ પ્રાઈસરૂ. 85-90
    ઓપનિંગ ડેટ24 જુલાઈ
    લિસ્ટિંગ31 જુલાઈ
    ગ્રે પ્રીમિયમરૂ. 6

    બ્રિગેડ હોટલ વેન્ચર્સ ભારતભર અને ખાસ કરીને દક્ષિણ ભારતના ટોચના શહેરોમાં હોટલના માલિક અને ડેવલપર છે. કંપની  બેંગ્લુરૂ, ચેન્નઈ, કોચી, મૈસુર, ગુજુરાતમાં નવ હોટલમાં 1604 ચાવીનો પોર્ટફોલિયો ધરાવે છે.

    ફંડામેન્ટલ્સ: કંપનીની આવક છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સતત વધી છે. 2022-23માં રૂ. 356.41 કરોડ સામે આવક વધી 2024-25માં રૂ. 470.68 કરોડ થઈ છે. ચોખ્ખો નફો અસ્થિર રહ્યો છે. 2022-23માં રૂ. 3.09 કરોડની ખોટ 2023-24માં રૂ. 31.14 કરોડના ચોખ્ખા નફામાં તબદીલ થઈ હતી. જે બાદમાં 2024-25માં ઘટી 23.66 કરોડ થયો હતો.

    શાંતિ ગોલ્ડ ઈન્ટરનેશનલ

    ઈશ્યૂ સાઈઝરૂ.360 કરોડ
    પ્રાઈસ બેન્ડરૂ. 189- 199
    તારીખ25 જુલાઈ
    લિસ્ટિંગ1 ઓગસ્ટ
    ગ્રે પ્રીમિયમરૂ. 30

    2003માં સ્થાપિત શાંતિ ગોલ્ડ ઈન્ટરનેશનલ લિ. સોનાના ઘરેણાં બનાવવાની કામગીરી સાથે જોડાયેલી છે. જે મહારાષ્ટ્ર અંધેરી ઈસ્ટમાં 13448.86 ચોરસફૂટ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ સુવિધા ધરાવે છે. 2700 કિગ્રાની ક્ષમતા ધરાવતી આ ફેસિલિટી 15 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં માલ પુરો પાડે છે.

    ફંડામેન્ટલ્સ: કંપનીની આવક અને ચોખ્ખો નફો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વધ્યા છે. શેરદીઠ કમાણી હાલ 10.34 રૂપિયા છે. આવક રૂ. 682.28 કરોડ સામે વધી રૂ. 1112.47 કરોડ થઈ છે. ચોખ્ખો નફો રૂ. 19.82 કરોડ સામે વધી રૂ. 55.84 કરોડ નોંધાયો છે. કુલ દેવું 2024-25ના અંતે રૂ. 233 કરોડ હતું.

    પ્રોપશેર ટાઇટેનિયાઃ પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ REIT (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) ની બીજી સ્કીમ, 21 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે તેનો રૂ. 473 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરશે. 25 જુલાઈના રોજ બંધ થશે.

    SME સેગ્મેન્ટમાં 5 IPOની થશે આ સપ્તાહે એન્ટ્રી

    SME સેગમેન્ટમાં પણ આ સપ્તાહે પાંચ આઇપીઓની એન્ટ્રી જોવા મળશે. EPC કંપની સેવી ઇન્ફ્રા એન્ડ લોજિસ્ટિક્સ અને એલ્યુમિનિયમ કાસ્ટિંગ ઉત્પાદક સ્વસ્તિક કાસ્ટલ પાંચમાંથી ટોચના બે જાહેર ઇશ્યૂ હશે, જે 21 જુલાઈએ ખુલશે. સેવી ઇન્ફ્રા 114-120 રૂપિયા પ્રતિ શેરના ભાવ બેન્ડના ઉપલા છેડે રૂ. 69.98 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે, અને સ્વસ્તિક કાસ્ટલ 65 રૂપિયા પ્રતિ શેરના ભાવે રૂ. 14.07 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. મોનાર્ક સર્વેયર્સ એન્ડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે, 22 જુલાઈએ તેના રૂ. 93.75 કરોડના પ્રારંભિક શેર વેચાણની શરૂઆત કરવા માટે તૈયાર છે, ત્યારબાદ TSC ઇન્ડિયા 23 જુલાઈએ રૂ. 25.9 કરોડના જાહેર ઇશ્યૂનો પ્રારંભ કરશે. કંપની પાસે તેના બુક-બિલ્ડિંગ ઇશ્યૂ માટે પ્રતિ શેર રૂ. 237-250 અને પછીના રૂ. 68-70 પ્રતિ શેરનો નિશ્ચિત ભાવ બેન્ડ છે.

    ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરતી પટેલ કેમ સ્પેશિયાલિટીઝ, આગામી સપ્તાહે 25 જુલાઈએ 58.8 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કરનાર પાંચ SME કંપનીઓમાંથી છેલ્લી હશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 82-84 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ઓટો કમ્પોનન્ટ્સ ઉત્પાદક સેલોરેપ પણ તે જ દિવસે તેનો IPO ખોલશે.

    આ સપ્તાહે લિસ્ટિંગ થવા જઇ રહેલા 3 આઇપીઓ ઉપર એક નજરે

    21 જુલાઈએ ફક્ત ત્રણ કંપનીઓને શેરબજારમાં તેમના શેર લિસ્ટ કરતી જોશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એકનો સમાવેશ થાય છે, જે એન્થેમ બાયોસાયન્સિસ છે. બજાર પંડિતો અપેક્ષા રાખે છે કે ગયા સપ્તાહે તેના IPO દ્વારા 63.86 ગણા મજબૂત સબ્સ્ક્રિપ્શનને કારણે, લિસ્ટિંગ પ્રીમિયમ પ્રતિ શેર 570 રૂપિયાના અંતિમ ઇશ્યૂ ભાવ કરતાં લગભગ 20-25 ટકા રહેશે. SME સેગમેન્ટમાં, સ્પનવેબ નોનવોવન 21 જુલાઈથી NSE ઇમર્જ પર ડેબ્યૂ કરશે, ત્યારબાદ 23 જુલાઈના રોજ BSE SME પર મોનિકા અલ્કોબેવ આવશે. તેમના પ્રથમ પબ્લિક ઇશ્યૂ અનુક્રમે 3.78 ગણા અને 233.35 ગણા સબસ્ક્રિપ્શન સાથે બંધ થયા હતા.

    (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

    (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)