અમદાવાદ, 25 મેઃ ઓક્ટોબર-24થી એપ્રિલ-25 સુધીના ગાળામાં સેકન્ડરી માર્કેટમાં ધીમી પડેલી તેજીની ચાલના પગલે પ્રાઇમરી માર્કેટમાં પણ સુસ્તીનો માહોલ સર્જાયો હચોય પરંતુ એપ્રિલની બોટમથી નિફ્ટી અત્યારસુધીમાં 50 ટકાથી વધુ સુધર્યો છે. તેના પગલે પ્રાઇમરી માર્કેટમાં સળવળાટ જ નહિં, સીધો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહે એક સાથે 9 આઇપીઓ એન્ટર થઇ રહ્યા છે. તે પૈકી મેઇનબોર્ડમાં 4 અને એસએમઇ સેગ્મેન્ટમાં 5 આઇપીઓ યોજાઇ રહ્યા છે. આગામી સપ્તાહમાં પ્રાઈમરી માર્કેટમાં રૂ. 6900 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના કુલ IPO મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. તૈ પૈકી મેઈનબોર્ડ સેગમેન્ટમાં 4 આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે.

મેઇનબોર્ડ આઇપીઓ એનાલિસિસ એક નજરે

સ્ક્લોસ બેંગ્લોર (લીલા હોટલ)

બ્રુકફિલ્ડ-સમર્થિત સ્ક્લોસ બેંગ્લોર, જે ધ લીલા બ્રાન્ડ હેઠળ હોટલ, મહેલો અને રિસોર્ટ ચલાવે છે, તે 26 મેના રોજ રૂ. 3,500 કરોડના મેઇડન પબ્લિક ઇશ્યૂ સાથે પ્રવેશી રહી છે. જેની શેરદીઠ રૂ.10ની મૂળકિંમત અને પ્રાઇસબેન્ડ રૂ. 413-435 છે. જેમાં રૂ. 2,500 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને પ્રમોટર દ્વારા રૂ. 1,000 કરોડના શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. આઇપીઓ 28 મેના રોજ બંધ થશે.

એજિસ વોપાક ટર્મિનલ્સ

એજિસ વોપાક ટર્મિનલ્સનો IPO 26 મે ના રોજ ખુલશે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ માટે સ્ટોરેજ ટર્મિનલ્સ ચલાવતી કંપની રૂ. 223-235 પ્રતિ શેરની અપર પ્રાઇસબેન્ડ પર નવા આપીઓ મારફત રૂ. 2,800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સ

રૂ. 168 કરોડનો IPO 27 મેના રોજ ખુલશે અને 29 મેના રોજ બંધ થશે. UPS અને ઇન્વર્ટર ઉત્પાદકે તેના IPO માટે પ્રતિ શેર રૂ. 95-105 પ્રાઇસબેન્ડ નક્કી કરી છે, જેમાં સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.

સ્કોડા ટ્યુબ્સ

આઇપીઓ 28 મેના રોજ ખુલશે અને 30 મેના રોજ બંધ થશે. સ્ટેનલેસ-સ્ટીલ ટ્યુબ અને પાઇપ ઉત્પાદકનો ઉદ્દેશ્ય ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 220 કરોડ એકત્ર કરવાનો છે, અને તેણે પ્રતિ શેર રૂ. 130-140ની પ્રાઇસબેન્ડ નક્કી કરી છે.

પાઇપલાઇનમાં રહેલા આઇપીઓ એક નજરે

LG ઇલેક્ટ્રોનિક્સSK ફાઇનાન્સNSDL
Avanse FinancialArisinfra SolutionsKalpataru
Trualt BioenergyVikran EngineeringRegreen
Solarworld EnergySMPPBrigade Hotel
Indiqube SpacesCrizacCIEL HR Services
Travel Food ServicesAye FinanceAnthem Biosciences
Jaro InstituteCredila FinancialSri Lotus Developers
Caliber MiningZeptoPineLabs
LenskartPhonePeNSE

SME સેગમેન્ટમાં આવી રહેલા આઇપીઓનું એનાલિસિસ

આગામી અઠવાડિયે 5 IPO ખુલવાના હોવાથી SME સેગમેન્ટમાં પણ ધમધમાટ જોવા મળશે. એસ્ટોનિયા લેબ્સ, બ્લુ વોટર લોજિસ્ટિક્સ અને નિકિતા પેપર્સ 27 મેના રોજ તેમના આઇપીઓ લોન્ચ કરી રહ્યા છે અને 29 મેના રોજ બંધ થઈ રહ્યા છે. નેપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સ અને N R વંદના ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ IPO 28 મેના રોજ મૂડીબજારમાં પ્રવેશશે. ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી એસ્ટોનિયા લેબ્સ, BSE SME સેગમેન્ટમાંથી એકમાત્ર IPO છે કારણ કે બાકીના NSE ઇમર્જના છે, તે પ્રતિ શેર રૂ. 128-135 ના અપર પ્રાઇસબેન્ડ પર જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 37.67 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર બ્લુ વોટર લોજિસ્ટિક્સ, IPO દ્વારા રૂ. 40.5 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 132-135 પ્રતિ શેર છે. નિકિતા પેપર્સે તેના રૂ. 67.5 કરોડના IPO માટે રૂ. 95-104 પ્રાઇસબેન્ડ નક્કી કરી છે, જ્યારે નેપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સના રૂ. 73.2 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 115-122 પ્રતિ શેર છે. N R વંદના ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 42-45ની પ્રાઇસબેન્ડસ સાથે ઇશ્યૂ દ્વારા રૂ. 27.9 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

આગામી સપ્તાહે લિસ્ટેડ થનારા શેર્સ એક નજરે

દરમિયાન, મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી બોરાના વીવ્સ અને બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ અનુક્રમે 27 મે અને 28 મેના રોજ લિસ્ટિંગ કરશે, જ્યારે SME સેગમેન્ટમાં, ડાર ક્રેડિટ અને કેપિટલ 28 મેથી NSE ઇમર્જ પર ડેબ્યૂ કરશે. યુનિફાઇડ ડેટા-ટેક સોલ્યુશન્સ 26 મેના રોજ તેનો 144.5 કરોડનો IPO બંધ કરશે, અને તેના શેરનું ટ્રેડિંગ BSE SME પર 29 મેથી શરૂ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)