અમદાવાદ, 8 ડિસેમ્બરઃ 8 ડિસેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 13 પ્રારંભિક જાહેર ઓફર (IPO) યોજાવાની તૈયારી કરી રહ્યા છે. જેઓ રૂ. 14338 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. સામે  11 નવી કંપનીઓ લિસ્ટિંગ મારફત શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. આ 13 કંપનીઓ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 14,700 કરોડથી વધુ એકત્ર કરવા માટે તૈયાર છે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં રૂ. 14,338 કરોડના ભંડોળનો સમાવેશ થાય છે.

વેકફિટઃ બેંગલુરુ સ્થિત હોમ અને ફર્નિશિંગ કંપની વેકફિટ ઇનોવેશન્સ રૂ. 1,289 કરોડ એકત્ર કરશે. પ્રાઇસબેન્ડ રૂ. 185-195ની રહેશે.

કોરોના રેમેડીઝ અમદાવાદ સ્થિત ફાર્મા કંપની રૂ. 655.4 કરોડ એકત્ર કરી રહી છે. ઇશ્યૂ તા. 8 ડિસેમ્બરે ખૂલી રહ્યો છે. પ્રાઇસબેન્ડ રૂ. 1008-1062ની રહેશે.

નેફ્રોકેર હેલ્થ સર્વિસીસઃ ડાયાલિસિસ પ્રોવાઇડર નેફ્રોપ્લસનો આઇપીઓ તા. 10 ડિસેમ્બરે ખૂલશે. પ્રાઇસબેન્ડ રૂ. 438-450ની રહેશે.

પાર્ક મેડી વર્લ્ડઃ તા. 10 ડિસેમ્બરે ખૂલી રહેલા જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 920 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રાઇસબેન્ડ રૂ. 154-162ની રહેશે.

ICICI પ્રુડેન્શિયલ AMC રૂ. 2,061-2,165 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડના ઉપરના છેડે રૂ. 10,603 કરોડ ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

એસએમઇ સેગ્મેન્ટમાં ખૂલી રહેલા રૂ. 367 કરોડના 8 આઇપીઓ

એસએમઇ પ્લેટફોર્મ ખાતે પણ આ સપ્તાહે રૂ. 367 કરોડ એકત્ર કરવા માટે આઠ આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. જેમાં K V Toys India, Prodocs Solutions, અને Riddhi Display Equipments ના IPO 8 ડિસેમ્બરે લોન્ચ થઈ રહ્યા છે, ત્યારબાદ Unisem Agritech અને Shipwaves Online ના જાહેર ઇશ્યૂ 10 ડિસેમ્બરે લોન્ચ થઈ રહ્યા છે, Pajson Agro India અને HRS Aluglaze તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ 11 ડિસેમ્બરે ખોલશે, ત્યારબાદ Ashwini Container Movers, જે વર્તમાન IPO શેડ્યૂલ મુજબ છેલ્લો છે, 12 ડિસેમ્બરે ખુલશે.

પાંચ IPO – Luxury Time, Western Overseas Study Abroad, Methodhub Software, Encompass Design India, અને Flywings Simulator Training Centre, જે ગયા અઠવાડિયે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા હતા, તે આ અઠવાડિયે બંધ થવાના છે.

આ સપ્તાહે લિસ્ટેડ થવા જઇ રહેવા 11 આઇપીઓ એક નજરે

આ સપ્તાહે 11 નવી કંપનીઓ શેરબજારમાં ટ્રેડિંગ માટે લિસ્ટેડ થવા જઇ રહી છે, જેમાં Meesho, Aequs અને Vidya Wires મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી શામેલ છે. આ ત્રણ કંપનીઓ 10 ડિસેમ્બરે લિસ્ટેડ થશે.

SME સેગમેન્ટમાં, લક્ઝરી ટાઇમ અને વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી એબ્રોડ 11 ડિસેમ્બરથી BSE SME પર પોતાનું ડેબ્યૂ કરશે, ત્યારબાદ 12 ડિસેમ્બરથી Methodhub Software શરૂ થશે. Encompass Design India, અને Flywings Simulator Training Center પણ 12 ડિસેમ્બર એટલે કે શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે.