પ્રાઈમરી માર્કેટ ઝોન: આસપ્તાહે 4 IPOની થશે એન્ટ્રીઃ જાણો કયો ઇશ્યૂ ભરવો અને કયો એવોઇડ કરવો

આ સપ્તાહે કોરોના રેમેડિઝ અને વેકફીટ ઇન્નોવેશન સહિત 15 આઇપીઓનું લિસ્ટિંગ માર્કેટમાં હેવી આક્રમણ પણ બજારની ચાલ નક્કી કરશે
Listing of Corona Remedies
| Symbol: | CORONA |
| Series: | Equity “B Group” |
| BSE Code: | 544644 |
| ISIN: | INE02ZQ01018 |
| Face Value: | Rs 10/- |
| Issue Price: | Rs 1062/- per share |
Listing of Wakefit Innovations
| Symbol: | WAKEFIT |
| Series: | Equity “B Group” |
| BSE Code: | 544642 |
| ISIN: | INE0E7301029 |
| Face Value: | Rs 1/- |
| Issue Price: | Rs 195/- per share |
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ આ રૂ. 830 કરોડના મૂલ્યની કુલ 4 કંપનીઓ તેમના IPO લોન્ચ કરશે, તે ઉપરાંત 15 આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. 15 ડિસેમ્બરથી શરૂ થતા આગામી સપ્તાહમાં લોન્ચ થનારા નવા IPOની સંખ્યા પાછલા અઠવાડિયાની તુલનામાં ઓછી હોવા છતાં, પ્રાઈમરી માર્કેટમાં લિસ્ટિંગનો ધમધમાટ જોવા મળશે.
મેઇનબોર્ડમાં KSH ઇન્ટરનેશનલનો એકમાત્ર આઇપીઓ આ સપ્તાહે ખૂલશે
KSH ઇન્ટરનેશનલઃ KSH ઇન્ટરનેશનલનો આઇપીઓ 16 ડિસેમ્બરે ખૂલશે રૂ. 710 કરોડના મૂલ્યનો એકમાત્ર IPO હશે, જે 16 ડિસેમ્બરે રૂ. 365-384 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે ખુલશે. આ IPOમાં રૂ. 420 કરોડના નવા શેર ઇશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા રૂ. 290 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. બજાર નિષ્ણાતોના મત અનુસાર આઇપીઓ લાંબાગાળા માટે ભરવાની સલાહ મળી રહી છે.
ICICI પ્રુડેન્શિયલ AMC IPO GMP: ICICI પ્રુડેન્શિયલ AMC IPO 72% દિવસના પહેલા સબ્સ્ક્રિપ્શન સાથે રહ્યો હતો. ICICI પ્રુડેન્શિયલ AMC, 16 ડિસેમ્બરે તેનો રૂ. 10,603 કરોડનો મેઇડન પબ્લિક ઇશ્યૂ બંધ કરશે. આ આઇપીઓમાં લાયક સંસ્થાકીય ખરીદદારોએ તેમના ફાળવેલ ક્વોટા કરતાં લગભગ 2 ગણી બોલી લગાવી હતી.
એસએમઇ સેક્ટરમાંથી 3 આઇપીઓની થશે એન્ટ્રી…..
SME સેગમેન્ટના અન્ય ત્રણ જાહેર ઇશ્યૂ એન્ટર થઇ રહ્યા છે. તે પૈકી લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર નેપ્ચ્યુન લોજીટેક 15 ડિસેમ્બરે રૂ. 126 પ્રતિ શેરની ઓફર કિંમત સાથે તેનો રૂ. 47 કરોડનો IPO ખુલ્લો મૂકશે. MARC ટેક્નોક્રેટ્સ IPO 17 ડિસેમ્બરે અનુક્રમે રૂ. 74-78 પ્રતિ શેર અને 88-93 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ સાથે લોન્ચ થવાના છે. ગ્લોબલ ઓશન લોજિસ્ટિક્સ ઇન્ડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી સર્વિસીસ MARC ટેક્નોક્રેટ્સ IPO દ્વારા અનુક્રમે રૂ. 30.4 કરોડ અને રૂ. 42.6 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. SME સેગમેન્ટમાં, પાંચ કંપનીઓ આ સપ્તાહે તેમના આઇપીઓ બંધ કરી રહી છે, જેમાં પેજસન એગ્રો ઇન્ડિયા અને HRS અલુગ્લેઝ માટે સબ્સ્ક્રિપ્શન 15 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે, ત્યારબાદ અશ્વિની કન્ટેનર મૂવર્સ, એક્ઝિમ રૂટ્સ અને સ્ટેનબિક એગ્રોના IPO 16 ડિસેમ્બર સુધી ખુલ્લા રહેશે.
કુલ 15 કંપનીઓ લિસ્ટિંગની ધૂમ મચાવશે સેકન્ડરી માર્કેટમાં…..
આ દરમિયાન, આ સપ્તાહે કુલ 15 નવી કંપનીઓ શેરબજારમાં ટ્રેડિંગ લિસ્ટેડ થશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટની પાંચ કંપનીઓનો સમાવેશ થાય છે. હોમ અને ફર્નિશિંગ કંપની વેકફિટ ઇનોવેશન્સ અને ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ 15 ડિસેમ્બરે ટ્રેડિંગ કરશે, ત્યારબાદ પાર્ક મેડી વર્લ્ડ અને નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ 17 ડિસેમ્બરે ટ્રેડ થશે, જ્યારે ICICI પ્રુડેન્શિયલ AMC 19 ડિસેમ્બરે લિસ્ટિંગમાં છેલ્લે રહેશે.
કોરોના રેમેડીઝ IPO શેર્સે ગ્રે માર્કેટમાં મહત્તમ 30 ટકા ટ્રેડિંગ પ્રીમિયમ આકર્ષ્યું, ત્યારબાદ ICICI પ્રુડેન્શિયલ AMC (10 ટકાથી વધુ), જ્યારે અન્ય ત્રણ – વેકફિટ ઇનોવેશન્સ, પાર્ક મેડી વર્લ્ડ અને નેફ્રોકેર હેલ્થ સર્વિસીસમાં 2-7 ટકા પ્રીમિયમ જોવા મળ્યું હોવાનું બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું.
SME સેગમેન્ટમાં, આ સપ્તાહે લિસ્ટિંગ માટે 10 કંપનીઓ ઉપલબ્ધ રહેશે. જેમાં KV Toys India, Prodocs Solutions, અને Riddhi Display Equipments 15 ડિસેમ્બરથી BSE SME પર તેમના શેર લિસ્ટ કરશે, ત્યારબાદ Unisem Agritech અને Shipwaves Online 17 ડિસેમ્બરથી શરૂ થશે. Pajson Agro India, અને HRS Aluglaze 18 ડિસેમ્બરથી BSE SME પર ડેબ્યૂ કરશે, ત્યારબાદ Stanbik Agro 19 ડિસેમ્બરથી શરૂ થશે. Exim Routes અને Ashwini Container Movers પણ 19 ડિસેમ્બરથી SME પર માર્કેટ ડેબ્યૂ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
