મુંબઈ 4 જુલાઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે.

આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસજીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે – જેમાં તેની સ્થાનિક કામગીરી અને બજાર વિકાસનું સંચાલન કરીને બ્રાન્ડના નવીન કોન્સેપ્ટને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ફેસજીમની હાજરી સ્થાપિત કરશે અને તેનું વિસ્તરણ કરશે, તેમાં મુખ્ય શહેરોમાં સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને પસંદગીનાટીરાસ્ટોર્સમાં ખાસ પસંદ કરાયેલી જગ્યાઓનો સમાવેશ થશે.

આ ભાગીદારી રિલાયન્સ રિટેલની બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટમાં તેની હાજરી વધારવાની વ્યાપક વ્યૂહરચનાને મજબૂત બનાવે છે. આ વ્યૂહરચનાનો આધાર ટીરા છે, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું ઓમ્નિચેનલ બ્યુટી ડેસ્ટિનેશન છે અને અકાઇન્ડ, ડ્રીમ, ઇમર્સ પ્લે અને નેઇલ્સ અવર વે જેવી ફર્સ્ટ બ્રાન્ડ્સનો વધતો જતો પોર્ટફોલિયો પણ ધરાવે છે.

ટીરાના સીઇઓ અને સહસ્થાપક ભક્તિ મોદીએ આ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલમાં અમારી પ્રતિબદ્ધતા ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વ-સ્તરીય બ્રાન્ડ્સ અને નવીન કોન્સેપ્ટ્સ તેમજ અનુભવો રજૂ કરવાની છે. ફેસજીમ બ્યુટી, વેલનેસ અને ફિટનેસના અનોખા સંગમ પર કાર્યરત છે – જે પોતાની રીતે એક નવી શ્રેણીનું નિર્માણ કરે છે. તે ભારતના સમજદાર બ્યુટી ગ્રાહકો સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જેઓ અનુભવ-લક્ષી છે અને વિજ્ઞાન-આધારિત, નવીન કોન્સેપ્ટ્સ પ્રત્યે વધુને વધુ આકર્ષિત થઈ રહ્યા છે. અમે ફેસજીમને અમારા પોર્ટફોલિયોમાં અને ભારતમાં આવકારીએ છીએ અને આ ગતિશીલ બજારમાં તેની અપાર વૃદ્ધિની સંભાવનાઓને ખોલવા માટે ઉત્સાહિત છીએ.”

ફેસજીમના સીઇઓ એન્જેલો કેસ્ટેલોએ જણાવ્યું હતું કે, નવા બજારોમાં પ્રવેશ કરીને અને ફેશિયલ ફિટનેસ તેમજ ત્વચા સ્વાસ્થ્ય પ્રત્યેના અમારા અનન્ય અભિગમ સાથે પહેલા કરતા પણ વધુ લોકોને સુંદર બનાવી શકીએ. રિલાયન્સ જેવા અગ્રણી સમૂહ સાથેની આ ભાગીદારી ગતિશીલ ભારતીય બજારમાં અમારી હાજરી સ્થાપિત કરીને અમારા વૈશ્વિક વિસ્તરણ માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.