સબ્યસાચીએ ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ ડિજિટલ બૂટિક લૉન્ચ કર્યું
અમદાવાદ, 14 ઓગસ્ટ: ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બૂટિક 21 ઑગસ્ટ, 2025ના રોજ પ્લેટફોર્મ પર લાઇવ થશે અને તેમાં ઓનલાઈન સબ્યસાચીની ફાઇન જ્વેલરીનું સૌથી વિશાળ સિલેક્શન હશે. 18 કેરેટ સોનામાં તૈયાર કરાયેલા આ તમામ આભૂષણો ટાટા ક્લિક લક્ઝરી પર ઉપલબ્ધ સબ્યસાચી બૂટિકમાં કોલકાતાની પ્રખ્યાત વર્કશોપમાંથી આવેલા વિવિધ ફાઇન જ્વેલરી કલેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે. ધ રોયલ બેંગલ હેરિટેજ ગોલ્ડ કલેકશન શુદ્ધ સોનામાંથી બનેલા બેંગલ ટાઇગરના ચિહ્નને ઉજાગર કરે છે અને તેમાં ક્લાસિક સબ્યસાચી મંગલસૂત્ર પણ સામેલ છે. રોયલ બેંગલ ડાયમંડ કલેકશનમાં VVS-VS EF કલરના બ્રિલિયન્ટ કટ ડાયમંડ્સ, કિંમતી રત્નો અને કુદરતી પથ્થરના ચાર્મ્સ સાથે અલંકૃત આભૂષણો છે. રોયલ બેંગલ પર્લ સિરીઝમાં કુદરતી, કલ્ચર્ડ અને સાઉથ સી મોતીઓનો સમાવેશ થાય છે. સુંદરબન કલેકશન એ સમયના જંગલ જેવું છે, જ્યાં પ્રાચીન કારીગરીની જ્ઞાનસંપત્તિ છોડપાંદડા અને પ્રાણીઓના સ્વરૂપમાં રજૂ થાય છે. ટાઇગર સ્ટ્રાઇપ અને શાલિમાર કલેકશન એ આધુનિક આઇકોન્સ છે, જેમાં 18 કેરેટ સોનામાં હાઉસ ઈન્સિગ્નિયા (લોગો) લેકર હાઇલાઇટ્સ સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે ટાઇગર આઈ ગ્રુપમાં ડાયમંડથી અલંકૃત બેંગલ ટાઇગર ઈન્સિગ્નિયા દર્શાવવામાં આવ્યું છે. પ્રોડક્ટ કેટલોગમાં ઇયરરિંગ્સ, પેન્ડન્ટ્સ, બ્રેસલેટ્સ અને રિંગ્સનો સમાવેશ થાય છે.
વેચાણ માટે ઉપલબ્ધ છે: luxury.tatacliq.com
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
