અમદાવાદ, 9 માર્ચ: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ (2.50%) ઘટીને 77,000 પર ટ્રેડ થઈ રહ્યો છે.

નિફ્ટી પણ લગભગ 400 પોઈન્ટ (2.50%) ઘટીને 23,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે.

સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા. જ્યારે BSE સેન્સેક્સ 2,400 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE MCap)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 436 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)