અમદાવાદ, 7 જૂનઃ વેદાંતા ગ્રુપના મોટા ભાગના ધિરાણકર્તાઓએ તેની ડીમર્જર યોજનાઓને મંજૂરી આપ્યા બાદ શેરમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ચાર ટકાથી વધુ ઉછળ્યો છે. વેદાંતાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ” ડિમર્જર માટે અમને 52 ટકાથી વધુ સમર્થન મળી ચૂક્યું છે. જ્યારે અમારે 75 ટકા સુધી પહોંચવાની જરૂર છે. અમે તે મર્યાદાને પણ વટાવી દીધી છે. મોટા ભાગના ધિરાણકર્તાઓએ તેને મંજૂરી આપી છે.” વેદાંતાના મુખ્ય લેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક બેન્કરે જણાવ્યું હતું કે,  બેલેન્સની જરૂરિયાત એક સપ્તાહ અથવા 10 દિવસના સમયમાં પૂરી કરવામાં આવશે. ત્યારબાદ, અમે NCLTમાં અરજી દાખલ કરીશું.”

20 અબજ ડોલરનું ડિમર્જર

આ નિર્ણાયક મંજૂરી માટે કંપની અમુક છેલ્લી મુખ્ય અનુપાલન આવશ્યકતા  મંજૂર થયા બાદ આ 20 અબજ ડોલરના ડિમર્જરનો માર્ગ મોકળો કરે છે. સપ્ટેમ્બર 2023માં, વેદાંતાએ સંભવિત મૂલ્યને અનલૉક કરવા માટે ધાતુઓ, પાવર, એલ્યુમિનિયમ અને તેલ અને ગેસના વ્યવસાયોના ડિમર્જર કરવાની જાહેરાત કરી હતી.

છ સ્વતંત્ર વર્ટિકલ્સ બનશે

ડિમર્જર કવાયત બાદ વેદાંતા ગ્રુપના છ સ્વતંત્ર વર્ટિકલ્સ – વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ – બનાવવામાં આવશે.

વેદાંતાના દરેક શેર માટે, શેરધારકોને પાંચ નવી લિસ્ટેડ કંપનીઓમાંથી દરેકમાંથી એક શેર પ્રાપ્ત થશે. ડિમર્જર પછી, હિન્દુસ્તાન ઝિંકના વ્યવસાયો તેમજ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ વેદાંતા લિમિટેડ પાસે રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)