Stanley Lifestyles IPO 34% પ્રીમિયમે લિસ્ટેડ થયો
અમદાવાદ, 28 જૂનઃ સ્ટેનલી લાઇફસ્ટાઇલે 34 ટકા પ્રીમિયમ પર ડેબ્યૂ કર્યું હતું. રૂ. 369ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 494.95 પર લિસ્ટિંગ થયું હતું. સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઇપીઓ માટેની બિડિંગ 21 જૂનના રોજ શરૂ થઈ હતી અને 25 જૂને પૂરી થઈ હતી. 26 જૂને ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 351 – રૂ. 369 પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવી હતી.
25 જૂને બિડિંગના ત્રીજા અને અંતિમ દિવસે સ્ટેનલી લાઇફસ્ટાઇલના આઇપીઓમાં રિટેલ અને બિન-સંસ્થાકીય રોકાણકારોની નોંધપાત્ર માંગ જોવા મળી હતી. રૂ. 537 કરોડના આઇપીઓએ 96.98 ગણો સબસ્ક્રિપ્શન રેટ પ્રાપ્ત કર્યો હતો, જેની સામે રોકાણકારોએ 99.32 કરોડ ઇક્વિટી શેર માટે બિડ કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)