અમદાવાદ, 4 જુલાઇઃ ઇન્ડસ્ટ્રીયલ ક્લાયન્ટ્સ માટે સેન્ટ્રલાઇઝ્ડ સ્ટીમ સપ્લાય માટે સમર્પિત ભારતની પ્રથમ કંપની સ્ટીમહાઉસ ઈન્ડિયાએ આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

ઇશ્યૂની સાઇઝ કેટલી છે તે અંગે 1 જુલાઈ, 2025ના રોજ જાહેર જાણકારીમાં જણાવવામાં આવ્યું નથી પરંતુ સૂત્રોના મતે ઇશ્યૂ સાઇઝ રૂ. 500-700 કરોડ વચ્ચે હોઈ શકે છે.

સંજૂ ગ્રુપના ઔદ્યોગિક વારસા પર નિર્મિત આ કંપનીની સ્થાપના 2014માં થઈ હતી અને તેનું મુખ્યમથક સુરતમાં છે. તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ એસ બધિયાના નેતૃત્વમાં સ્ટીમહાઉસ ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ સ્ટીમ સેક્ટરમાં ક્રાંતિને આગળ ધપાવી રહી છે અને સમગ્ર દેશમાં 167 ક્લાયન્ટ્સને સેવાઓ આપે છે.

કંપનીની વિસ્તરણ કામગીરી અમદાવાદના પિરાણા, દહેજ એસઇઝેડ, વાપી ફેઝ 3, અંકલેશ્વર ફેઝ 3, પાનોલી ફેઝ 2, ઝઘડિયા, નાંદેસરી ફેઝ 2 ખાતે ચાલી રહી છે અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં વિસ્તરણની કામગીરીની યોજના છે.

તેનું વાપીમાં પ્રથમ વેસ્ટ ટુ સ્ટીમ બોઇલર પહેલથી ચાલુ છે જ્યાં તે પેપર મિલ્સ પાસેથી રિસાયકલ ન  કરી શકાય તેવા પ્લાસ્ટિક વેસ્ટ લે છે અને તેને કન્વર્ટ કરે છે. પબ્લિક રિપોર્ટ મુજબ માર્ચ 2024માં તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 5MW W2S પ્રોજેક્ટ મેળવ્યો હતો. તેમાં પીપીપી મોડલ હેઠળ દૈનિક 300 ટનની ક્ષમતાના પ્લાન્ટનું ડિઝાઇનિંગ, નિર્માણ અને ચાલુ કરવા અને જાળવણી કરવાનો સમાવેશ થાય છે.

31 ઓગસ્ટ, 2024ના રોજ તેની કુલ ઓપરેશનલ અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષમતા અનુક્રમે 330 ટીપીએચ અને 200 ટીપીએચ હતી.

નાણાંકીય વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે કંપનીની કુલ આવક રૂ. 291.71 કરોડ થઈ છે, જ્યારે તેની એબિટા પાછલા નાણાંકીય વર્ષમાં રૂ. 58.79 કરોડથી નોંધપાત્ર રીતે વધીને રૂ. 70.14 કરોડ થઈ છે. આ જ સમયગાળા માટે તેની નફાકારકતા રૂ. 25.97 કરોડ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)