ઇશ્યૂ ખૂલશે30 ઓક્ટોબર
ઇશ્યૂ બંધ થશે3 નવેમ્બર
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.557-585
લોટ સાઇઝ25 શેર્સ
ઇશ્યૂ સાઇઝ7786120 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.455.49 કરોડ
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ

સ્ટડ્સ એસેસરીઝ લિ. શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 557-585ની પ્રાઇસબેન્ડ ધરાવતા 7786120 શેર્સના આઇપીઓ સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 3જી નવેમ્બરે બંધ થશે. રૂ. 455.49 કરોડની કુલ ઓફર સાથેના આઇપીઓમાં લોટ સાઇઝ 25 શેર્સ અને તેના ગુણાંકમાં રહેશે. કંપની તેના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

1975માં સ્થપાયેલી  સ્ટડ્સ એક્સેસરીઝ લિમિટેડ, ભારતના હરિયાણાના ફરીદાબાદમાં ટુ-વ્હીલર હેલ્મેટ અને મોટરસાઇકલ એસેસરીઝનું ઉત્પાદન કરે  છે. કંપની “સ્ટડ્સ” અને “એસએમકે” બ્રાન્ડ હેઠળ હેલ્મેટ ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણ કરે છે, જ્યારે અન્ય એસેસરીઝ “સ્ટડ્સ” બ્રાન્ડ હેઠળ વેચાય છે.

કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો એટ એ ગ્લાન્સઃ હેલ્મેટ્સ, ટુ-વ્હીલર લગેજ, ગ્લોવ્સ, હેલ્મેટ સિક્યુરિટી ગાર્ડ્સ, રેઈન સુટ્સ, રાઇડિંગ જેકેટ્સ અને આઇવેર.

સ્ટડ્સ એક્સેસરીઝ લિમિટેડ સમગ્ર ભારતમાં તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે અને અમેરિકા, એશિયા (ભારત સિવાય), યુરોપ અને અન્ય પ્રદેશોના બજારો સહિત 70થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપની અન્ય કંપનીઓ માટે પણ  હેલ્મેટનું ઉત્પાદન કરે છે જેમાં જય સ્ક્વેર્ડ એલએલસી – યુનાઇટેડ સ્ટેટ્સમાં “ડેટોના” બ્રાન્ડ હેઠળ વેચાય છે અને ઓ’નીલ – યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં સપ્લાય થાય છે. કંપની ભારતમાં ચાર ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે.

આંકડાની દ્રષ્ટિએ કંપનીની કામગીરી અને નેટવર્ક

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

PeriodJun 2025Mar 2025Mar 2024Mar 2023
Assets586.61556.71485.56461.07
Income152.01595.89535.84506.48
PAT20.2569.6457.2333.15
EBITDA30.26104.8490.1960.05
NET Worth469.77449.48387.41338.02
Reserves450.09429.80377.57328.18
Borrowing2.912.910.6130.58

 (આંકડા રૂ. કરોડમાં)