TATA ASSET MANAGEMENT અને EQUAL-ONEMONEY દ્વારા ‘પોર્ટફોલિયો 360’ લોન્ચ કર્યો
અમદાવાદ, 8 ઓક્ટોબર: ઇક્વલ-વનમની સાથેના સહયોગમાં ટાટા એસેટ મેનેજમેન્ટે પોર્ટફોલિયો 360 રજૂ કર્યો છે જે ટાટા મ્યુચ્યુઅલ ફંડ એપ પર ઉદ્યોગનું સૌપ્રથમ ફીચર છે જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમના સમગ્ર ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોનો એકીકૃત, પારદર્શક અને એક્શનેબલ વ્યૂ પૂરો પાડવાનો છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 ખાતે રજૂ કરાયેલો પોર્ટફોલિયો 360 વ્યાપક નાણાંકીય આંતરદ્રષ્ટિ તથા આયોજન માટે સિંગલ પ્લેટફોર્મ પૂરું પાડીને રોકાણકારોને કેન્દ્રમાં રાખે છે.
આ લોન્ચ અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના CEO અને MD પ્રથિત ભોબેએ જણાવ્યું કે ટાટા એસેટ મેનેજમેન્ટ ખાતે અમે પારદર્શકતા અને સરળતા દ્વારા રોકાણકારોને સશક્ત કરવામાં માનીએ છીએ. પોર્ટફોલિયો 360 યુઝર્સને તેમની સંપત્તિનો સ્પષ્ટ, એકીકૃત વ્યૂ પૂરો પાડે છે અને તેમને વધુ સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ કરે છે. રોકાણોને સરળ બનાવવા અને નાણાંકીય આયોજનને વધુ સુલભ તથા ડેટા સંચાલિત બનાવવાની અમારી સફરમાં આ એક સીમાચિહ્ન છે.
ટાટા મ્યુચ્યુઅલ ફંડ એપે તેના લોન્ચિંગથી થોડા જ મહિનમાં 6 લાખ ડાઉનલોડનો આંકડો વટાવી દીધો છે.
પોર્ટફોલિયો 350ની મુખ્ય ખાસિયતોઃ
- સરળ ઓનબોર્ડિંગઃ રોકાણકારો પારદર્શક કન્સેન્ટ મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ નિયંત્રણ સાથે થોડી જ ક્લિક્સ કરીને વિવિધ સ્ત્રોતોથી સુરક્ષિત રીતે નાણાંકીય ડેટા એગ્રીગેટ કરી શકે છે.
- યુનિફાઇડ ફાઇનાન્શિયલ ડેશબોર્ડઃ વિવિધ બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટીઝ, એફડી અને અન્ય બાબતોમાં નેટ વર્થનો કન્સોલિડેટેડ વ્યૂ અને તે પણ એક જ સ્થાને.
- વધુ સ્માર્ટ પોર્ટફોલિયો ઇનસાઇટ્સઃ ઇક્વલ-વનમની એનાલિટિક્સ દ્વારા સંચાલિત ફાયર કેલ્ક્યુલેટર, સમરાઇઝ્ડ હોલ્ડિંગ્સ તથા ટ્રેન્ડ ગ્રાફ જેવા પર્સનલાઇઝ્ડ ટૂલ્સ રોકાણકારોને રિયલ ડેટા સાથે નિવૃત્તિ તથા નાણાંકીય સ્વતંત્રતા માટે યોજના બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
