ટાટા કેપિટલ વિદેશમાં હાયર એજ્યુકેશન માટે 100 ટકા લોન આપશે
એજ્યુકેશન લોન એટ એ ગ્લાન્સ
ઓનલાઇન એપ્લીકેશન | રૂ. 75 લાખ સુધી કોલેટરલ નહીં |
100 ટકા સુધી ફાઇનાન્સિંગ | ફ્લેક્સિબલ રિપમેન્ટ વિકલ્પો |
મુંબઇ, 30 જાન્યુઆરી: ટાટા ગ્રૂપની ફ્લેગશીપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ટાટા કેપિટલ લિમિટેડે ભારત, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, જર્મની, સિંગાપોર અને દુબઇ (યુએઇ)માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભંડોળ મેળવવા ઇચ્છુકો માટે એજ્યુકેશન લોન લોંચ કરવાની જાહેરાત કરી છે.
વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ, ગણિત, મેનેજમેન્ટ અને વાણિજ્યિક અભ્યાસક્રમોમાં અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, માસ્ટર્સ પ્રોગ્રામ કરવા ઇચ્છુક લોકો માટે આ લોન છે. ટાટા કેપિટલની એજ્યુકેશન લોન વિદ્યાર્થીઓને રૂ. 75 લાખ સુધીની કોલેટરલ-મુક્ત લોન અને રૂ. 200 લાખ સુધીની સિક્યોર્ડ લોન અથવા ટ્યુશન ફી અને જીવન ખર્ચ સહિત શિક્ષણની કુલ કિંમતની એક્સેસ પ્રદાન કરશે. ટાટા કેપિટલ વિદ્યાર્થીઓને પ્રી-એડમીશન સેંક્શન લેટર્સ પ્રદાન કરે છે, જે તેમને એડમીશન સુરક્ષિત કરવા માટે તેમની અરજી પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરે છે. સ્પર્ધાત્મક વ્યાજદરો ઉપરાંત ટાટા કેપિટલની એજ્યુકેશન લોન વિદ્યાર્થીઓને ફ્લેક્સિબિલ રિપેમેન્ટ વિકલ્પો પણ ઓફર કરે છે, જે તેમના અભ્યાસના સમયમાં ચૂકવણી સરળ બનાવે છે. એજ્યુકેશન લોન લોંચ કરવા વિશે વાત કરતાં ટાટા કેપિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર – રિટેઇલ ફાઇનાન્સ વિવેક ચોપરાએ કહ્યું હતું કે, એજ્યુકેશન લોનની વિશાળ શ્રેણી પરંપરાગત નાણાકીય સહયોગથી આગળ વધતાં ટ્યુશન ફી, ટ્રાવેલ અને મેડિકલ સુધીના તમામ પાસાઓને આવરી લે છે.
એજ્યુકેશન લોન વિશે વધુ માહિતી મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ www.tatacapital.com વેબસાઇટ અથવા ટાટા કેપિટલ બ્રાન્ચની મુલાકાત લે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)