વોર ગેમમાં નેગેટિવ/ પોઝિટિવ ઇફેક્ટ ધરાવતાં સેક્ટર્સ અને વોચમાં રાખવા જેવાં શેર્સ

કયા સેક્ટર્સને નેગેટિવ ઇફેક્ટChemicals, fertilizers, paints and FMCG, EXPORT, IMPORT, AVIATION, PAINTS, CHEMICALS, AUTO, FMCG,
કયા સેક્ટર્સને પોઝિટિવ ઇફેક્ટDEFENCE, OIL, RENUABLE ENERGY, SHIPING, OIL MARKETING COS
WAR ADVANTAGE SHARESBEL, PARAS DEFENCE, ONGC, COCHINSHIP, IDEAFORGE

યુએસ- ઇઝરાયેલ -ઈરાન વોર VIXને 9 મહિનાના હાયર લેવલ પર લઈ જાય છે, બેંક નિફ્ટીની સતત નબળાઈને અટકાવવા માટે માટે 59,000 મહત્વપૂર્ણ સપોર્ટ છે તે તૂટે તો 58500 જોવા મળી શકે

અમદાવાદ, 3 માર્ચઃ યુએસ- ઇઝરાયેલ -ઈરાન વોર, ક્રૂડનો સપ્લાય સ્ટોપ થવા ઉપરાંત સંખ્યાબંધ જિયો-પોલિટિકલ ઇશ્યૂઝ વચ્ચે ઘેરાયેલી વર્લ્ડ ઇકોનોમિમાં મંદીના છાંટા ઇન્ડિયન ઇકોનોમિ ઉપર પણ ઊડી શકે છે. તેની સૌથી સીધી અસર સ્ટોક એક્સચેન્જિસ ઉપર અને સોના-ચાંદી ઉપર જોવા મળી રહી છે. શેરબજારોમાં લોહીયાળ મંદીનો માહોલ છે. જયારે સોના-ચાંદીમાં તેજી લાલચોળ બની રહી છે.

ટેકનિકલ એનાલિસ્ટ્સના મત મુજબ સોમવારે સપ્તાહની શરૂઆત નેગેટિવ ટોન સાથે થવા સાથે જ નિફ્ટી મંદીનો શિકાર બન્યો હતો, 2.2 ટકા ઘટીને કેન્દ્રીય બજેટ દિવસના લોઅર લેવલ (24,600ની નજીક)ની નજીક ગયો હતો. નિફ્ટી લોઅર બોલિંગર બેન્ડ્સ તેમજ 200-દિવસના EMAથી ઘણો નીચે ગયો હતો, જેમાં મોમેન્ટમ ઇન્ડાઇસિસ ગંભીર મંદીનો સંકેત આપે છે. જોકે, દિવસના લોઅર લેવલથી 250થી વધુ પોઈન્ટની રિકવરી જોવા મળી હતી.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે VIX નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, તે જોતાં નિફ્ટી માટે 24,600નું લેવલ પણ જોખમમાં હોવાની ધારણા છે. આ લેવલથી નીચે જવાથી મંદી મજબૂત થઈ શકે છે, જે સંભવિત રીતે બેન્ચમાર્ક ઇન્ડેક્સને ઓગસ્ટ 2025ના નીચા લેવલ 24,300 તરફ ખેંચી શકે છે. જોકે, નિષ્ણાતોના મતે, વધુ રિકવરીના કિસ્સામાં, 25,000 તાત્કાલિક નિર્ણાયક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે, ત્યારબાદ 25,100 અને 25,250ના લેવલ્સ જોવા મળી શકે છે.

સોમવારે નિફ્ટી 2 ટકાથી વધુના ઘટાડા સાથે 24,659 પર ખુલ્યો પરંતુ તરત જ 25,000ની નજીક પાછો ફર્યો હતો. એક કલાકની અસ્થિરતા પછી, નિફ્ટી ફરીથી વેચાણ દબાણને વશ થયો અને બપોરે 24,603ના ઇન્ટ્રાડે લોઅર લેવલને સ્પર્શ્યો. છેલ્લા દોઢ કલાકના વેપારમાં, તેમાં સ્વસ્થ રિકવરી જોવા મળી અને 313 પોઈન્ટ (1.24 ટકા) ઘટીને 24,866 પર બંધ થયો હતો.

રિકવરીને કારણે ડેઇલી ચાર્ટ પર નિફ્ટીએ બુલિશ કેન્ડલસ્ટીક બનાવી હતી, પરંતુ તેજીવાળાઓને ફરીથી નિયંત્રણ મેળવવા માટે મંદીનો તફાવત ભરવાની જરૂર છે. ત્યાં સુધી, મંદીવાળાની સ્થિતિ કોન્સોલિડેશન સાથે મજબૂત રહેવાની શક્યતા છે.