મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા અને મજબૂત અમેરિકન ચલણને કારણે રૂપિયો બુધવારે 10 પૈસા નબળો પડ્યો અને યુએસ ડોલર સામે 83.14ની ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે બુધવારે ભારતીય રૂપિયો નબળો પડયો હતો કારણ કે યુએસ ડોલર છ મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો રૂપિયા પર ભાર મૂક્યો હતો.

રૂપિયો યુએસ ડોલર સામે 83.08 પર ખુલી ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 83.02/83.18ની રહ્યો હતો અને છેલ્લે 83.14 પર સ્થિર થયો હતો, જે તેના અગાઉના બંધ કરતાં 10 પૈસા નીચે હતો. ભારતીય રૂપિયો અગાઉ 21 ઓગસ્ટના રોજ 83.13ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. જ્યારે મંગળવારે રૂપિયો 33 પૈસા ઘટીને 83.04 પર બંધ થયો હતો.

બ્રેન્ટ ક્રૂડ પણ ઘટી 89.44 પ્રતિ બેરલની સપાટીએ

દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, 0.07 ટકા નજીવો ઘટીને 104.73 પર પહોંચી ગયો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.67 ટકા ઘટીને USD 89.44 પ્રતિ બેરલ થયું હતું. બ્રેન્ટ ક્રૂડે USD 90/બેરલના ચિહ્નનો ભંગ કર્યો છે. ચીનની Caixin Services PMI ઓગસ્ટમાં 53.6ની આગાહી સામે 51.8 પર 8 મહિનાની નીચી સપાટીએ ગબડ્યા પછી વૈશ્વિક આર્થિક મંદીની ચિંતા વચ્ચે યુએસ ડૉલર સેફ-હેવન ડિમાન્ડ પર વધ્યો હતો.

ફોરેક્સ નિષ્ણાતોના મત અનુસાર FII આઉટફ્લો અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો રૂપિયા પર વધુ દબાણ લાવી શકે છે. જો કે, RBI દ્વારા કોઈપણ હસ્તક્ષેપ અને ફેડ દ્વારા તેના સપ્ટેમ્બર FOMCમાં કોઈ દરમાં વધારો નહીં કરવાની અપેક્ષાઓ રૂપિયાને નીચલા સ્તરે ટેકો આપી શકે છે.