The wealth Company mutual Fund ને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) લોન્ચ કરવા માટે SEBIની મંજૂરી મળી
અમદાવાદ, 26 નવેમ્બર: પેન્ટોમેથ ગ્રુપનો ભાગ એવા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેને તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે. આ એક સૌપ્રથમ પ્રકારનું વ્યૂહરચના સંચાલિત પ્રોડક્ટ છે જેને પારદર્શક અને સુવ્યવસ્થિત ઇકોસિસ્ટમમાં હેજ ફંડ જેવી ચપળતા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. આ મંજૂરી સાથે ધ વલેથ કંપની મ્યુચ્યુઅલ પંડ ભારતમાં એસઆઈએફ વ્યૂહરચનાઓ પૂરી પાડવા માટે અધિકૃત એવી પસંદગીની એએમસીના ગ્રુપમાં જોડાઈ ગઈ છે. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ ‘WSIF’ બ્રાન્ડ નેમ હેઠળ તેની એસઆઈએફનું સંચાલન કરશે.
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ એન્ડ હેડ – સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે ચિન્મય સાઠેને નિયુક્ત કર્યા છે.
WSIF સ્પષ્ટતાને વિશ્વાસ સાથે જોડે તેવી ફિલોસોફી પર બનેલું છે. વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ મજબૂત સંશોધન અને ગહન બજાર અનુભવ દ્વારા સમર્થિત ઇન્ટેલિજન્ટ એગ્રેશન દ્વારા સંચાલિત છે. વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ માને છે કે પોર્ટફોલિયોમાં દરેક પોઝિશન શિસ્તબદ્ધ પ્રક્રિયા, સતત સંશોધન અને લાંબા ગાળાના પ્રદર્શન માટે અવિરત પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત હોવી જોઈએ. ટૂંકમાં, WSIF વિચારોની સ્પષ્ટતા, ચોક્સાઇપૂર્વક અમલીકરણ અને એક એવી ફિલોસોફીમાં માને છે જે બજાર ચક્રમાં અર્થપૂર્ણ જોખમ લઈને સતત, વિવિધ પ્રકારના વળતર આપવાને પ્રાથમિકતા આપે છે.

એસઆઈએફને મળેલી મંજૂરી અંગે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સ્થાપક, MD અને CEO મધુ લુણાવતે જણાવ્યું કે, “સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવીનતાનો આગામી તબક્કો રજૂ કરે છે. WSIF ખાતે અમારું લક્ષ્ય ઉચ્ચ વિશ્વાસપૂર્ણ સંશોધન સંચાલિત એસઆઈએફ ઓફર કરવાનું છે જે શિસ્ત, સ્પષ્ટતા અને શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો માટે ઊંડી પ્રતિબદ્ધતા સાથે, ઇન્ટેલિજન્ટ એગ્રેશન, ચોક્કસ જોખમ ફાળવણી અને હેજિંગ તથા ડાયરેક્શનલ ટૂલ્સના વ્યૂહાત્મક ઉપયોગ દ્વારા બજાર ચક્રમાં આગળ વધવા માટે બનાવવામાં આવ્યું છે. અમે ગ્રાહકોની વિવિધ રિસ્ક અને એસેટ એલોકેશન પસંદગીઓને પૂરી કરવા માટે એસઆઈએફના નેજા હેઠળ અનેક પ્રોડક્ટ્સ ઓફર કરવાની યોજના ધરાવીએ છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
