નેશનલ રેફરન્સ લેબોરેટરીના લોન્ચ સાથે ટોરેન્ટ ગ્રુપનું ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં મજબુત પદાર્પણ
અમદાવાદ, 23 February: ટોરેન્ટ ગ્રુપ દ્વારા ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સના લોન્ચ સાથે હેલ્થકેર સેવાઓના ક્ષેત્રમાં પદાર્પણની જાહેરાત કરવામાં આવી છે. નવી મુંબઈમાં દેશની સૌથી મોટી નેશનલ રેફરન્સ લેબોરેટરીના પ્રારંભ સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ડાયગ્નોસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રમાં રેફરન્સ-આધારિત મોડલ દ્વારા ટોરેન્ટ ગ્રુપે વિસ્તરણ કર્યું છે. જેમાં સાયન્ટિફિક ગવર્નન્સ અને ઉચ્ચ જટિલતા ધરાવતા પરીક્ષણોને સંસ્થાના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.

નેશનલ રેફરન્સ લેબોરેટરી 1,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવે છે અને ૧૫ ડાયગ્નોસ્ટિક શાખાઓ તથા 3,500 થી વધુ ટેસ્ટને સપોર્ટ કરે છે.જેમાં પ્રિવેન્ટિવ, રૂટિન અને વિશેષ પરીક્ષણોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ સેવાઓમાં મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, જિનોમિક્સ, ડિજિટલ પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી, ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત પરીક્ષણો અને ચેપી રોગો માટેના વર્કફ્લોઝનો સમાવેશ થાય છે. આ લેબોરેટરી દેશમાં સૌથી વ્યાપક પરીક્ષણ મેનુઓમાંથી એક ઓફર કરે છે, અને અદ્યતન ક્ષમતાઓથી સજ્જ છે – જેમકે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, MALDI-TOF, BSL-3 કન્ટેઈનમેન્ટ અને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ વખત એક ડાયગ્નોસ્ટિક્સ લેબમાં ઉપલબ્ધ છે. નેશનલ રેફરન્સ લેબોરેટરીમાં વિવિધ ક્ષેત્રોમાં કુશળ અને ખૂબ અનુભવી વૈજ્ઞાનિક તથા ટેક્નિકલ ટીમ કાર્યરત છે, જે ચુસ્તપણે સતત ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
પાંચ દાયકાથી વધુ સમયના આરોગ્ય ક્ષેત્રમાં વિશ્વાસ અને અનુભવની મજબૂત પરંપરા પર આધારિત ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સ તબીબો અને દર્દીઓ માટે ચોકસાઈપૂર્ણ ડાયગ્નોસ્ટિક સેવાઓ પ્રદાન કરે છે. નવી મુંબઈ સ્થિત નેશનલ રેફરન્સ લેબોરેટરી 1,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે અને 15 થી વધુ ડાયગ્નોસ્ટિક શાખાઓ તેમજ 3,500થી વધુ ટેસ્ટને સપોર્ટ કરે છે. આ લેબ અદ્યતન ટેક્નોલોજી જેમ કે NGS, MALDI-TOF, TEM અને BSL-3 સુવિધાઓથી સજ્જ છે. ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સ દર્દી-કેન્દ્રિત અભિગમ અને સમાન સેવા ધોરણો પર આધારિત સ્કેલેબલ રાષ્ટ્રીય નેટવર્ક વિકસાવી રહ્યું છે, જે આધુનિક આરોગ્યસેવામાં ડાયગ્નોસ્ટિક્સને એક મહત્વપૂર્ણ ઘટક તરીકે સ્થાપિત કરે છે.
ટોરેન્ટ ગ્રુપ 1959માં સ્થાપિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ભારતના અગ્રણી બિઝનેસ ગ્રુપ પૈકીનું એક છે, જે હેલ્થકેર, ઊર્જા અને રમતગમત ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. તેની ગ્રુપ કંપનીઓમાં, ટોરેન્ટ ફાર્મા ટોચની 5 ભારતીય ફાર્મા કંપનીઓમાંની એક છે, ટોરેન્ટ પાવર ટોચની 3 સંકલિત ખાનગી પાવર કંપનીઓમાંની એક છે, ટોરેન્ટ ગેસ ટોચની 2 ખાનગી ગેસ વિતરણ કંપનીઓમાંની એક છે અને ગુજરાત ટાઇટન્સ, જે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અગ્રણી ક્રિકેટ ટીમ છે. અમદાવાદ ખાતે મુખ્યાલય ધરાવતું આ ગ્રુપ ઈનોવેશન, ઉત્કૃષ્ટતા અને લોન્ગ ટર્મ વેલ્યુ ક્રિએશન દ્વારા ટકાઉ વ્યવસાયો તૈયાર કરવા પ્રતિબદ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
