ગુજરાતમાં અલ્ટ્રાટેકના ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કાર્યરત આ પ્રોજેક્ટ સૌર, પવન અને બેટરી સ્ટોરેજ દ્વારા 7.5 મેગાવોટ આરટીસી રિન્યૂએબલ એનર્જી ડિલિવર કરશે

ભુજ, 19 ઓગસ્ટ: સિમેન્ટ અને રેડી-મિક્સ કોંક્રિટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે ગુજરાતમાં સેવાગ્રામ સિમેન્ટ વર્ક્સ ખાતે તેના ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 7.5 મેગાવોટનો રાઉન્ડ-ધ-ક્લોક (આરટીસી) હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે. આ ઇનોવેટિવ સોલ્યુશન ગ્રીડ પાવર ઉપર કોઈપણ નિર્ભરતા વગર સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં સતત ઊર્જા પૂરી પાડવા માટે બેટરી સ્ટોરેજ સાથે ટ્રેકર્સ અને પવન ઊર્જા તેમજ બાયફેશિયલ મોડ્યુલનો ઉપયોગ કરીને સૌર ઊર્જાને એકીકૃત કરે છે. આ પ્રોજેક્ટ ક્લિન એનર્જી સોલ્યુશન્સ કંપની જેંટારી સાથે સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો હતો.

બિહાઇન્ડ-ધ-મીટર સિસ્ટમ તરીકે સ્થાપિત આ પ્રોજેક્ટ ઔદ્યોગિક વીજ વપરાશમાં દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે અને ઉત્સર્જનમાં ઘટાડો અને ઉર્જા ખર્ચ ઓપ્ટિમાઇઝેશનના સંદર્ભમાં અદ્યતન સિસ્ટમ એકીકરણ શું પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવે છે. સતત ક્લિન એનર્જી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ ભારતના ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનમાં નવા ધોરણો સ્થાપિત કરે છે, જે ગ્રાહકની આગેવાની હેઠળની ડિઝાઇન અને સંકલિત સિસ્ટમ એન્જિનિયરિંગની ક્ષમતા દર્શાવે છે.

અલ્ટ્રાટેક તેના વર્ષ 2050 નેટ ઝિરો લક્ષ્યને અનુરૂપ રહેતાં કામગીરીના ડિકાર્બનાઇઝેશન માટે ગ્રીન એનર્જીનો લાભ લઇ રહ્યું છે. નાણાકીય વર્ષ 2025માં અલ્ટ્રાટેક ભારતમાં ઔદ્યોગિક શ્રેણીમાં થોડી કંપનીઓ પૈકીની એક છે કે જેણે કેપ્ટિવ વપરાશ માટે 1 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા કાર્યરત કરી છે. અલ્ટ્રાટેકનો ઉદ્દેશ્ય વર્ષ 2027 સુધીમાં ગ્રીન એનર્જીનો હિસ્સો તેના કુલ પાવર મિક્સમાં 65 ટકા અને વર્ષ 2030 સુધીમાં 85 ટકા કરવાનો છે. તેના આરઇ100 કટીબદ્ધતાના ભાગરૂપે અલ્ટ્રાટેક તેની વીજળીની 100 ટકા જરૂરિયાત વર્ષ 2050 સુધીમાં રિન્યૂએબલ સંસાધનોથી પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.