અમદાવાદ, 4 ઓક્ટોબરઃ UTI એસેટ મેનેજમેન્ટ કંપની (યુટીઆઈ એએમસી)ના પ્રાઈવેટ માર્કેટ્સ પ્લેટફોર્મ, યુટીઆઈ ઓલ્ટરનેટિવ્સે યુટીઆઈ સ્ટ્રક્ચર્ડ ડેટ ઓપર્ચ્યુનિટીઝ ફંડ IV (SDOF IV)ની જાહેરાત કરી છે, તે મુખ્ય પ્રાઈવેટ ક્રેડિટ સિરીઝમાં લેટેસ્ટ છે અને તે ભારતના મિડ-માર્કેટ બિઝનેસની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે.

સેબી રજિસ્ટર્ડ કેટેગરી II એઆઈએફ અંતર્ગત આ સ્કીમ એસડીઓએફ IVને રૂપિયો 1,500 કરોડના ફંડ તરીકે યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ મુખ્યત્વે આવકનું સમયાંતરે વિતરણ કરવા અને મધ્યમથી ઉચ્ચ ટીન રિટર્નના લક્ષ્યાંક સાથે પર્ફોમિંગ ક્રેડિટ એક્સપોઝર સાથે પોર્ટફોલિયોનું સર્જન કરવાનો છે.

“એસડીઓએફ IV એવા શિસ્તબદ્ધ, કોલેટરલ સમર્થિત અભિગમ સાથે તૈયાર કરવામાં આવેલ છે, જે અગાઉના વિન્ટેજીસનો આધાર છે. અમે ભારતના મિડ-માર્કેટમાં એક અર્થપૂર્ણ આર્થિક ગેપ જોવાનું જાળવી રાખ્યું છે કે જ્યાં ખાસ, પર્ફોમિંગ ક્રેડિટ સોલ્યુશન્સના વિકાસને યોગ્ય સપોર્ટ આપી શકાય છે, તેમ જ અમારો લક્ષ્યાંક માળખા તથા સક્રિય દેખરેખના માધ્યમથી ઘટાડાજનક સ્થિતિ સામે રક્ષણ કરવાનું છે, જે અમારા ગવર્નર ફર્સ્ટ, પ્રક્રિયા આધારિત ફિલોસોફીને દર્શાવે છે. યુટીઆઈ અલ્ટરનેટિવ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર રોહિત ગુલાટીએ જણાવ્યું કે, “આ એક હકીકતમાં પ્રાઈવેટ ક્રેડિટ પોર્ટફોલિયો કંપનીઓની શરૂઆત તથા તેમાં રોકાણ કરવાના 8 વર્ષથી વધારે સમયનો શાનદાર ટ્રેક રેકોર્ડને આગળ વધારે છે.”

અગાઉના ત્રણ વિન્ટેજીસ-એસડીઓએફ I,II અને IIIને અનેક માર્કેટ સાઈકલ્સમાં અમલીકરણ કરવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ યુએચએનઆઈ ફેમિલી ઓફિસો અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભારતના મિડ-માર્કેટ ઋણ લેનારાઓ સહિત સોફિસ્ટીકેટેડ ઈન્વેસ્ટર્સ વચ્ચે જે ખાઈ જોવા મળે છે તેને પૂરવાનો છે. આ ફંડને હેલ્થકેર, શિક્ષણ, કન્ઝ્યુમર ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરોમાં 40થી વધારે કંપનીઓને સમર્થન આપ્યું છે. અને 20 કરતાં વધારે સંપૂર્ણ રોકાણ હાંસલ કરી છે, જે એક સંપૂર્ણ સાઈકલ ટ્રેક રેકોર્ડને દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)