વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સે બોન્ડધારકોને 869 મિલિયન ડોલરની ચૂકવણી કરી
મુંબઇ, 11 ઓક્ટોબરઃ વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ 2 પીએલસીએ (વીઆરએફ) 2027 અને 2028માં પાકતા 13.875 ટકા બોન્ડ્સનું હોલ્ડિંગ ધરાવતા બોન્ડધારકોને 869 મિલિયન ડોલર ચૂકવ્યા છે. સિંગાપોર એક્સચેન્જમાં કંપનીના વિવિધ ફાઇલિંગ મુજબ આ ચૂકવણીઓ ઓક્ટોબરમાં વિવિધ તબક્કામાં કરવામાં આવી હતી. 2027માં પાકનારા 13.875 ટકા બોન્ડ્સ માટે કંપનીએ 470 મિલિયન ડોલર ચૂકવ્યા છે (4 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરના રોજ ફાઇલિંગ્સ મુજબ 42,99,74,000 ડોલર અને 4,00,25,200 ડોલર). વીઆરએફના એક્સચેન્જ ફાઇલિંગ મુજબ 4 ઓક્ટોબરે ચૂકવણી સાથે 2027ના બોન્ડ્સ સંપૂર્ણપણે રીડિમ થઈ ચૂક્યા છે અને હવે ચૂકવવાપાત્ર કોઈ રકમ બાકી નથી. આ જ પ્રકારે કંપનીએ 2028માં પાકનારા 13.875 ટકા બોન્ડ્સનું હોલ્ડિંગ ધરાવતા બોન્ડધારકોને 399 મિલિયન ડોલર ચૂકવી દીધા છે.
આ ચૂકવણીઓ વ્યાપક લિક્વિડિટી મેનેજમેન્ટ કવાયતનો ભાગ છે જેના હેઠળ વીઆરએફ વ્યાજના ખર્ચ બચાવવા માટે ઊંચા વ્યાજદર સાથેના બોન્ડ્સની ચૂકવણી કરી રહી છે. 11 સપ્ટેમ્બરના ફાઇલિંગ મુજબ 2027 અને 2028માં પાકતા બોન્ડ્સના રિડમ્પશન અને તેમના 2029માં પાકનારા નવા બોન્ડ્સ સાથે રિફાઇનાન્સિંગથી વીઆરએફ માટે દર વર્ષે 3 ટકા વ્યાજની બચત થશે.
વેદાંતાના લેટેસ્ટ ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન મુજબ વીઆરએલનું સ્ટેન્ડઅલોન દેવું લગભગ 4.5 અબજ ડોલર ઘટ્યું હતું. માર્ચ, 2022માં 9.7 અબજ ડોલરની તાજેતરની ઊંચી સપાટીથી તે સપ્ટેમ્બર 2024માં 5.2 અબજ ડોલર થયું હતું. વીઆરએલનું હાલનું ગ્રુપ નેટ ડેટ ટુ એબિટા રેશિયો પણ નાણાંકીય વર્ષ 2020માં 3.3 ગણાથી સુધરીને 2.2 ગણું થયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)