વેન્ટિવ હોસ્પિટાલિટીએ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ બિઝનેસ અને લકઝરી સેગમેન્ટમાં લક્ઝરી ઓફરિંગ્સ પર ફોકસ કરતી હોસ્પિટાલિટી એસેટ ઓનર વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડે (અગાઉ આઈસીસી રિયાલ્ટી (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) IPO લોન્ચ કરવા માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 1ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શેર્સ ફાળવી રૂ. 2000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સાથે કંપનીની કુલ ઓફર સાઈઝ રૂ. 2000 કરોડ છે.
વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડ (અગાઉ આઈસીસી રિયાલ્ટી (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) એ કોમર્શિયલ, રિટેલ, લક્ઝરી રેસિડેન્શિયલ અને ડેટા સેન્ટર સેગમેન્ટમાં હાજરી ધરાવતું પુણે સ્થિત રિયલ એસ્ટેટ ગ્રુપ પંચશીલ રિયાલ્ટીનું હોસ્પિટાલિટી ડિવિઝન છે. 2017માં બ્લેકસ્ટોન સમર્થિત બીઆરઈ એશિયા (અગાઉ ઝેન્ડર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ એક્સવીઆઈ લિમિટેડ તરીકે ઓળખાતી)માં 50 ટકા હિસ્સો હસ્તગત કરી જોઈન્ટ વેન્ચર પાર્ટનર બની હતી.
31 માર્ચ, 2024 સુધી કંપનીએ પોતે વિકસાવેલા 1331 રૂમ સાથે સાત હોસ્પિટાલિટી એસેટ્સનું સંચાલન કરી રહી છે અને ચાર હોસ્પિટાલિટી એસેટ્સમાં 705 રૂમ હસ્તગત કર્યા છે. કંપનીના વિસ્તરણના ભાગરૂપે 2019થી 1070 કી ઉમેરવામાં આવે છે, જેમાં 31 માર્ચ, 2024 સુધીમાં રૂમની સંખ્યામાં 50 ટકાથી વધુ ઉમેરો થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)